ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Alia ranbir marriage:​​રણબીર આલિયા લગ્નના બંધનમાં બંધાયા, ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ સેર કરી તેના લગ્નની તસવીરો - રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મહેંદી સેરેમની

બોલીવુડના પ્રખ્યાત કપલ ​​રણબીર (Alia ranbir marriage updates ) કપૂર અને આલિયા ભટ્ટ ગુરુવારે (14 એપ્રિલ) લગ્નના બંધનમાં બંધાયા છે, ત્યારે આલિયા ભટ્ટે તેના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર તેના લગ્નની તસવીરો (Alia Bhatt Ranbir Kapoor Wedding Photos) સેર કરી છે.

Alia ranbir marriage: આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ સેર કરી તેના લગ્નની તસવીરો
Alia ranbir marriage: આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ સેર કરી તેના લગ્નની તસવીરો

By

Published : Apr 14, 2022, 8:37 PM IST

Updated : Apr 14, 2022, 10:31 PM IST

મુંબઈઃરણબીર-આલિયાના લગ્નની ખુશી, રણબીર કપૂર (Alia ranbir marriage updates ) અને આલિયા ભટ્ટ હવે જીવનભર એક થઈ ગયા છે. ગુરુવારે, કપલના લગ્ન મુંબઈના વાસ્તુ બંગલામાં સંબંધીઓ અને નજીકના મિત્રો વચ્ચે થયા હતા, ત્યારે આલિયા ભટ્ટે તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાના લગ્નની તસવીરો સેર (Alia Bhatt shared her wedding photos) કરી છે. વ્હાઈટ વેડિંગ ડ્રેસમાં આ કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યું હતું. લગ્નમાં આખો કપૂર પરિવાર પહોંચ્યો હતો. તેમજ બોલીવુડ સેલેબ્સમાં ફક્ત પ્રખ્યાત ફિલ્મ નિર્માતા કરણ (Alia Bhatt Ranbir Kapoor Wedding Photos) જોહર અને અયાન મુખર્જી લગ્નમાં સામેલ થયા હતા.

આ પણ વાંચો:Alia ranbir marriage updates: મીસિસ કપૂર બની આલિયા, રણબીર સાથે લીધી સાત જનમની કસમ

લગ્નની તસવીરો સેર કરતા કેપ્શનમાં લખ્યું:આલિયા ભટ્ટે તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાના લગ્નની તસવીરો સેર કરતા કેપ્શનમાં લખ્યું કે, આજે, અમારા પરિવાર અને મિત્રોથી ઘેરાયેલા અમે, ઘરે અમારા મનપસંદ સ્થળ - બાલ્કનીમાં અમે અમારા સંબંધના છેલ્લા 5 વર્ષ વિતાવ્યા છે - અમે લગ્ન કર્યા, અમારી પાછળ પહેલેથી જ ઘણું બધું હોવા છતાં, અમે સાથે મળીને વધુ યાદો બાંધવા માટે રાહ જોઈ શકતા નથી ... સ્મૃતિઓ જે પ્રેમ, હાસ્ય, આરામદાયક મૌન, મૂવી રાત્રિઓ, મૂર્ખ ઝઘડા, વાઇન આનંદ અને ચાઇનીઝ બાઇટ્સથી ભરેલી છે. અમારા જીવનના આ ખૂબ જ મહત્વપૂર્ણ સમય દરમિયાન બધા પ્રેમ અને પ્રકાશ માટે આભાર. તેણે આ ક્ષણને વધુ ખાસ બનાવી છે. પ્રેમ, રણબીર અને આલિયા

Alia ranbir marriage: આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ સેર કરી તેના લગ્નની તસવીરો

આ પણ વાંચો:લગ્ન પછી રણબીર કપૂરે આલિયા ભટ્ટના કહેવા પર કરવું પડશે આ કામ, અભિનેતાએ આપી સંમતિ

લગ્નમાં ઋષિ કપૂરની ગેરહાજરી પર દુઃખ: આ લગ્નમાં રણબીરની બહેનો કરીના કપૂર ખાન, કરિશ્મા કપૂર અને રિદ્ધિમા કપૂરે તેમના લૂકમાં સુંદરતા ઉમેરી હતી. તેમજ રણબીર કપૂરની માતા નીતુ કપૂર તેના એકમાત્ર પુત્રના લગ્નમાં ખુશ ન (ranbir alias wedding procession) હતી, પરંતુ લગ્નમાં ઋષિ કપૂરની ગેરહાજરી પરિવાર માટે ખૂબ જ દુઃખની વાત હતી, તેમ છતાં ઋષિ કપૂરનું મોટું ચિત્ર લગ્નના મંડપ પાસે ફૂલોથી (Ranbir alia wedding date) સજાવવામાં આવ્યું હતું, જેથી ઋષિ કપૂર તે ચૂકી ન જાય. આ તસવીરની સામે બેઠેલા રણબીર કપૂરે આલિયા ભટ્ટને પત્ની તરીકે સ્વીકારી હતી.

Last Updated : Apr 14, 2022, 10:31 PM IST

ABOUT THE AUTHOR

...view details