- ગુજરાતમાં શાહીન વાવાઝોડાનો (shaheen cyclone) ખતરો! સાંજ સુધી ડિપ ડિપ્રેશનમાં ફેરવાશે
- ગુજરાતમાં શાહીન વાવાઝોડાને (shaheen cyclone) લઈ એલર્ટ, દરિયાકાંઠે ભારે પવન સાથે વરસાદ પડશે
- હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી
- પાકિસ્તાનના માકરન તરફ ફંટાશે શાહીન વાવાઝોડું (shaheen cyclone)
અમદાવાદઃ રાજ્યમાં ભારે વરસાદ (Heavy Rain) પડી રહ્યો છે. એક સંકટ ઓછું હતું તેવામાં હવામાન વિભાગે શાહીન વાવાઝોડાને (shaheen cyclone) લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરિયાકાંઠે ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
NDRFની 17, SDRFની 8 ટીમ ડિપ્લોય કરવામાં આવી
હવામાન વિભાગના મતે, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના સૂત્રોના મતે, શાહીન વાવાઝોડું (shaheen cyclone) પાકિસ્તાનના માકરન તરફ ફંટાશે, પરંતુ અત્યારે રાજ્યમાં જે રીતની હાલત પ્રવર્તાઈ રહી છે. તેને જોતા હવામાન વિભાગ કોઈ બાંધછોડ કરવા માગતું નથી. રાજ્યમાં ભારે વરસાદને જોતા NDRFની 17 અને SDRFની 8 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે.
દરિયાકાંઠાના વિસ્તારમાં 1 ઓક્ટોબરે પવનની ઝડપ વધશે
ગુરુવારે સાયકલોન શાહિન (shaheen cyclone)ને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે. રાજ્યમાં શાહીન સાયકલોન (shaheen cyclone)ની અસર દક્ષિણ ગુજરાત અને ખંભાત સુધી થઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ગુલાબ સાઈકલોન શાહીનમાં પરિવર્તિત થઈ શકે છે અને કચ્છના અખાત થઈને પાકિસ્તાનના માકરન સુધી પહોંચશે, જેના કારણે કચ્છના દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે. વાવાઝોડા પહેલા સૌરાષ્ટ્-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારમાં પવનની ગતિ 80થી 90 કિલોમીટર વચ્ચેની રહેશે. 1 ઓક્ટોબરે તેની ઝડપ 150 કિલોમીટર સુધીની થઈ શકે છે.
વાવાઝોડું નલિયાથી 90 અને દ્વારકાથી 50 કિલોમીટર દૂર છે