- ઉત્તરપ્રદેશના લખનઉમાં અલકાયદા (Al Qaeda Terrorists) ના 4 આતંકવાદી ઝડપાયા
- ATSની ટીમ આતંકવાદીઓની પૂછપરછ કરીને કાનપુર પહોંચી
- આતંકવાદીઓ ઉત્તરપ્રદેશના અનેક સ્થળ પર બ્લાસ્ટ કરવાની તૈયારીમાં હતા
કાનપુરઃ લખનઉથી ઝડપાયેલા અલકાયદાના 2 આતંકવાદીઓની (Al Qaeda Terrorists arrested) પૂછપરછ પછી આતંકીઓનું કાનપુર કનેક્શન સામે આવ્યું છે. ઝડપાયેલા આતંકવાદીઓના સાથીઓની તપાસમાં લાગેલી UP ATSએ કાનપુરમાં તપાસ શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર, ATSની ટીમે શહેરના બેનગંજ, ચમનગંજ, જાજમઉ અને કાનપુર રેલવે સ્ટેશનની સાથે સાથે શહેરના અનેક સ્થળ પર તપાસ કરી હતી, જેમાં 4 શંકાસ્પદની ATSએ પૂછપરછ કરી ધરપકડ કરી હતી.
આ પણ વાંચોઃલખનઉ: યુપી એટીએસએ બે શંકાસ્પદ લોકોને પકડ્યા, સર્ચ ઓપરેશન ચાલુ છે
રવિવારે બપોરે 12 વાગ્યે ATSની ટીમે આતંકવાદીઓને પકડ્યા
આપને જણાવી દઈએ કે, રવિવારે બપોરે 12 વાગ્યે ATSની ટીમે લખનઉના કાકોરી વિસ્તારમાં અચાનક તપાસ કરીને 2 શંકાસ્પદ ધરપકડ કરી હતી. જાણવા મળી રહ્યું છે કે, બંને આતંકવાદીઓનું કનેક્શન આતંકી સંગઠન અલકાયદા સાથે છે. તો ATS આતંકવાદીઓના ફરાર સાથીઓની તપાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, સ્થાનિક પોલીસ પાસેથી જ્યારે આતંકવાદીઓની જાણકારી લીધી તો સ્થાનિક પોલીસને પણ આ અંગે કોઈ જાણ નહતી.
આ પણ વાંચોઃગાંધીનગરમાં આતંકી કૃત્ય કરનાર 4 આરોપી વિરુદ્ધ GCTOA એક્ટ હેઠળ ગુનો નોંધાયો
ATSએ આતંકવાદીઓ પાસેથી દસ્તાવેજ અને નક્શા કબજે કર્યા
કાનપુરમાં ઝડપાયેલા ચાર આતંકવાદીઓની ATS પૂછપરછ કરી રહી છે. ATSએ તેમની પાસેથી મહત્ત્વના દસ્તાવેજ અને નક્શા કબજે કર્યા છે. તેમના મોબાઈલમાં મળેલા નંબરોને પણ તપાસ્યા હતા. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, કાનપુર શહેરના અનેક મહત્ત્વપૂર્ણ સ્થળ પર આતંકવાદીઓ બ્લાસ્ટ કરવાના હતા. કાનપુરમાં આતંકવાદીઓની અનેક મિટિંગ પણ થઈ ચૂકી છે. બ્લાસ્ટ ક્યારે અને ક્યાં કરવાનો છે તે અંગે કાનપુર શહેરમાં મિટિંગ રાખવામાં આવી હતી.
શહેરના દરેક રેલવે સ્ટેશન, બસ સ્ટેશનો પર ચેકિંગ કરાયું
તો બીજી તરફ કાનપુરમાં પોલીસ કમિશનર અસીમ અરૂણે શહેરમાં હાઈએલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ તમામ DCPને પોતપોતાના વિસ્તારમાં એલર્ટ રહેવા પણ નિર્દેશ કર્યો છે. રાતે જ શહેરના દરેક રેલવે સ્ટેશન, બસ સ્ટેશનો પર ચેકિંગ અભિયાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજ્યના અનેક જિલ્લાઓને પણ હાઈએલર્ટ જાહેર કરાયા છે, જેમાં અયોધ્યા, મથુરા જેવા ધાર્મિક સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે.
આતંકીઓ 15 ઓગસ્ટ પહેલા UPમાં મોટા આતંકી બ્લાસ્ટ કરવાની ફિરાકમાં હતા
આપને જણાવી દઈએ કે, ATSની ટીમે રવિવારે લખનઉના કાકોરીના દુબગ્ગા અને મંડિગાંવ વિસ્તારમાંથી 2 આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ આતંકવાદીઓનો સંબંધ અલકાયદાના અંસાર ગજવતુલ હિન્દ (Ansar Gajwatul Hind of Al Qaeda) નામના આતંકી સંગઠન સાથે છે. આતંકવાદીઓ પાસે એક પ્રેશર કુકર બોમ્બ (Pressure cooker bomb), વિસ્ફોટક અને અન્ય હથિયાર પણ મળ્યા છે. ADG લૉ એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારના જણાવ્યાનુસાર, આતંકી મિનહાજ અહમદ અને મસીરૂદ્દીન 15 ઓગસ્ટ પહેલા UPમાં મોટા આતંકી બ્લાસ્ટ કરવાની ફિરાકમાં હતા.