ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરમાં સેનાની મોટી સફળતા, અલ બદરનો પ્રમુખ ગની ખ્વાઝા એન્કાઉન્ટરમાં ઠાર

જમ્મુ-કાશ્મીરના સોપોર જિલ્લામાં તુજ્જર વિસ્તારમાં સુરક્ષા બળો અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે. હાલમાં પોલીસ અને સેના મોરચા પર તહેનાત છે.

જમ્મુ-કાશ્મીરમાં સેનાની મોટી સફળતા, અલ બદરનો પ્રમુખ ગની ખ્વાઝા એન્કાઉન્ટરમાં ઠાર
જમ્મુ-કાશ્મીરમાં સેનાની મોટી સફળતા, અલ બદરનો પ્રમુખ ગની ખ્વાઝા એન્કાઉન્ટરમાં ઠાર

By

Published : Mar 10, 2021, 1:07 PM IST

  • જમ્મુ-કાશ્મીરના સોપોર જિલ્લાના તુજ્જર વિસ્તારમાં સેનાની કાર્યવાહી
  • સુરક્ષા જવાનોએ છુપાયેલા 6 આતંકવાદીઓ પર કર્યું ફાયરિંગ
  • પોલીસે અલ બદરનો પ્રમુખ ગની ખ્વાઝાને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના સોપોર જિલ્લાના તુજ્જર વિસ્તારમાં સુરક્ષા બળો અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે. જોકે, હાલમાં પોલીસ અને સેના મોરચા પર તહેનાત છે. આ અંગે જમ્મુ-કાશ્મીર પોલીસે માહિતી આપી હતી. જમ્મુ-કાશ્મીરના આઈજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યું હતું કે, સોપોર પોલીસે એન્કાઉન્ટરમાં અલબદરના પ્રમુખ ગની ખ્વાઝાને ઠાર માર્યો છે, જે એક મોટી સફળતા છે.

આ પણ વાંચોઃજમ્મુ કાશ્મીરઃ નગરોટા એન્કાઉન્ટરમાં 4 આતંકીઓ ઠાર, સર્ચ ઓપરેશન યથાવત્

6 આતંકવાદી છુપાયેલા હોવાની માહિતી મળી હતી

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આતંકવાદીઓ અંગે ખાનગી માહિતી મળતા સેનાની RR22 બટાલિયન, જમ્મુ-કાશ્મીર પોલીસની વિશેષ ટીમ અને CRPFએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. તમામ સુરક્ષા બળોએ ભેગા મળી વિસ્તારને ઘેરી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન વિસ્તારમાં છુપાયેલા 6 આતંકવાદીઓએ સુરક્ષા જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ત્યારબાદ સુરક્ષા બળોએ પણ સામે ફાયરિંગ કરી એક આતંકવાદીને ઠાર માર્યો હતો.

આ પણ વાંચોઃજમ્મુ-કાશ્મીરના શોંપિયામાં સુરક્ષા દળની મોટી સફળતા, બે આતંકીને ઠાર માર્યા

કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કરી માહિતી આપી

કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર મરાયો છે અને ઘટનાસ્થળથી મોટી સંખ્યામાં દારૂગોળો કબજે કરવામાં આવ્યો છે. જ્યારે હજી સુધી તપાસ અભિયાન ચાલુ જ છે.

ABOUT THE AUTHOR

...view details