- અખિલેશ યાદવ કોરોના પોઝિટિવ આવ્યા
- આ માહિતી તેમણે ટ્વિટ કરીને આપી હતી
- ઘરેથી જ તેમની સારવાર શરૂ થઈ
નવી દિલ્હી: સમાજવાદી પાર્ટી (સપા)ના અધ્યક્ષ અખિલેશ યાદવ કોરોના સંક્રમિત થયા છે. તેમણે આ માહિતી ટ્વિટ કરીને આપી હતી.
જે મારા સંપર્કમાં આવ્યા છે તેમને થોડા દિવસ આઈસોલેશનમાં રહેવા વિનંતી : અખિલેશ
અખિલેશે ટ્વિટ કરીને કહ્યું કે, મારો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું હોમ આઈસોલેશનમાં છું અને ઘરેથી જ મારી સારવાર શરૂ થઈ ગઈ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસોમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે. તે સૌને નમ્ર વિનંતી છે કે તેઓ પણ તપાસ કરાવે. તેમને થોડા દિવસો માટે આઈસોલેશનમાં રહેવા વિનંતી છે.
આ પણ વાંચો :મોદીએ પુટૂંડુ, બિહુ, મહા બિશુબા, વિશુના પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી