- અજીત ડોભાલ અને બિપિન રાવતનો પ્રવાસ ગુપ્ત રખાયો
- સત્તાવાર નથી કરાઇ કોઇ પણ જાહેરાત
- 3 દિવસથી વધારાઇ છે સુરક્ષા વ્યવસ્થા
અજમેર (રાજસ્થાન): CDC રાવત અને ડોભાલ આજે શનિવારે અજમેર અને બ્યાવરમાં સેનાના પ્રવાસે છે. જેના કારણે મુખ્યાલયની ટીમે આ કાર્યક્રમ અંગે મોર્ચો સંભાળ્યો છે. તેમના આવતા પહેલાં જ સેના રિહર્સલ કરી રહી છે. જો કે તેમનો પ્રવાસ ગોપનીય રાખવામાં આવ્યો છે. તેઓ રાષ્ટ્રીય મિલિટ્રી સ્કૂલના કાર્યક્રમમાં હાજરી આપશે, બાદમાં બન્ને બ્યાવર પણ જશે. જેના કારણે સેના મુખ્યાલયની ટીમ સતત તૈયારીઓ કરી રહી છે.
વધુ વાંચો:જૈશના આતંકવાદીઓ દ્વારા અજિત ડોભાલની ઓફિસની રેકી, સુરક્ષા એજન્સીઓ સજાગ
મીડિયાને નથી આપવામાં આવી માહિતી
ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના પ્રવાસના કારણે સેના આકાશમાં સતત હેલિકોપ્ટર ઉડતા જોવા મળી રહ્યાં છે. રાષ્ટ્રીય મિલિટ્રી સ્કૂલમાં સેના મુખ્યાલયની ટીમ પહોંચી હતી. આ ઉપરાંત શાળામાં સુરક્ષાની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે શાળામાં યોજાનારા કોઇ પણ કાર્યક્રમની માહિતી મીડિયાને આપવામાં આવી નથી. જિલ્લા તંત્ર દ્વારા આ પ્રવાસ અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ડોભાલે રાષ્ટ્રીય મિલિટ્રી સ્કૂલ જૉર્જ રૉયલ ઇંડિયન મિલિટ્રી સ્કૂલમાં અભ્યાસ કરી ચુક્યા છે.
વધુ વાંચો:ભારત અને ચીન વચ્ચે આજે કમાન્ડર-સ્તરની વાટાઘાટો, LAC પર તણાવ ઓછો કરવાનો કરાશે પ્રયાસ
3 દિવસથી હેલિકોપ્ટર કરી રહ્યાં છે સર્વેલન્સ
વિપિન રાવત અવે અજીત ડોવાલના પ્રવાસના કારણે છેલ્લા 3 દિવસથી હેલિકોપ્ટર આકાશમાંથી સર્વેલન્સ કરી રહ્યું છે. મિલિટ્રી સ્કૂલની બહાર બંદૂકધારી આર્મી જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યક્રમની કોઇ પણ માહિતી મીડિયાને આપવામાં નથી આવી અને મીડિયાને આ કાર્યક્રમથી દૂર જ રાખવામાં આવ્યું છે.