- વાયુસેનાના વિમાનોએ કરતબ બતાવ્યા
- એક્સપ્રેસ વે પર યુદ્ધ વિમાનોનું સફળ લેન્ડિંગ
- PM મોદીએ પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું
સુલતાનપુર: ઉત્તર પ્રદેશ (uttar pradesh)ના સુલતાનપુર (sultanpur)માં પૂર્વાંચલ એક્સપ્રેસ-વે (purvanchal expressway) પર બનેલી એરસ્ટ્રિપ (airstrip) પર એર શૉ પૂર્ણ થયો. વાયુસેનાના વિમાનો (air force aircraft)એ આકાશમાં કરતબ બતાવ્યા. એર શૉમાં પીએમ મોદી (pm modi) ઉપરાંત અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. એક્સપ્રેસ વે(expressway) પર યુદ્ધ વિમાન મિરાજ 2000નું સફળ લેન્ડિંગ કરાવવામાં આવ્યું, આ વિમાને 1984માં ફ્રાન્સ (france)માં પહેલી ઉડાન ભરી હતી. મિરાજ 2000એ કારગિલ (kargil war)માં પણ મહત્વની ભૂમિકા નીભાવી હતી.
એક્સપ્રેસ વે પર જગુઆર એરક્રાફ્ટનું સફળ લેન્ડિંગ
આ ઉપરાંત સુલતાનપુરના કરવલ ખીરી(karval khiri)માં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર AN 32 માલવાહક વિમાન ઉતર્યું. એક્સપ્રેસ વે પર જગુઆર એરક્રાફ્ટ (Jaguar aircraft)નું સફળ લેન્ડિંગ કરાવવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 341 કિલોમીટર લાંબા પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું. ઉલ્લેખનીય છે કે જુલાઈ 2018માં પૂર્વાંચલ એક્સપ્રેસ વેનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો.