નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે 7 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણને લગતી અરજી પર સુનાવણી કરતા પંજાબ સરકારને પરાલી સળગાવવા પર પ્રતિબંધ લગાવવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટનું માનવું છે કે પરાલી સળગાવવા બાબતે હંમેશા રાજનીતિક લડાઈ ન થઈ શકે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે પરાલી સળગાવવાનું બંધ થાય. અમને ખબર નથી કે તમે તે કેવી રીતે કરો છો, તે તમારું કામ છે. પરંતુ તે બંધ થવું જોઈએ. બાળકોના સ્વાસ્થ્ય તરફ ઈશારો કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાજધાનીમાં વાયુ પ્રદૂષણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા છે.
Supreme Court : દિલ્હી-NCR પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટનું કડક વલણ, પંજાબ સરકારને આપ્યો મહત્વપૂર્ણ આદેશ
દિલ્હી-NCR પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટનું કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને પરાલી સળગાવવા પર પ્રતિબંધ લગાવવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, વાયુ પ્રદૂષણ લોકોના સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ રહ્યું છે.
Published : Nov 7, 2023, 4:07 PM IST
દિલ્હીમાં પ્રદૂષણ મામલે અરજી : ન્યાયમૂર્તિ એસ. કે. કૌલ અને સુધાંશુ ધુલિયાની બેન્ચે બાળકોમાં સ્વાસ્થ્ય સમસ્યાઓના મુદ્દા પર ભાર મૂકતા કહ્યું કે, આ હંમેશા રાજકીય મુદ્દો બની શકે નહીં. અમે ઇચ્છીએ છીએ કે પરાળી બાળવાનું બંધ થાય. પંજાબ સરકાર દ્વારા આને તાકિદે બંધ કરવા માટે પગલાં લેવામાં જોઈએ. અમને ખબર નથી કે તે કેવી રીતે થશે, પરંતુ તેને રોકવા માટે તાત્કાલિક કંઈક કરવું જોઈએ. ખંડપીઠે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પરાળી સળગાવવાનું બંધ કરવું જોઈએ અને તેને રોકવા માટે કોઈ પ્રયાસ કરવામાં આવી રહ્યો નથી.
પંજાબ સરકારને સૂચન : ખંડપીઠે વઘુમાં કહ્યું કે, આ વિચિત્ર સમસ્યા માત્ર ખાસ પાકના પ્રસંગે જ સામે આવે છે, પરંતુ કોર્ટને તેમાં કંઈ ગંભીર જણાયું નથી. જસ્ટિસ કૌલે પંજાબ સરકારનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલને કહ્યું કે, તમે તે કેવી રીતે કરો છો તેની અમને કોઈ પરવા નથી. પછી ભલે તે બળજબરીથી હોય કે ક્યારેક પ્રોત્સાહન દ્વારા તેને રોકવું જ જોઈએ. પંજાબ સરકારના વકીલે કહ્યું કે, ગયા વર્ષથી આજ સુધી પંજાબમાં ખેતીમાંથી નીકળતા અવશેષોને સળગાવવામાં 40 ટકાનો ઘટાડો થયો છે.