- દેશના 27 માં વાયુસેનાના વડા તરીકે એર માર્શલ ચૌધરીએ કાર્યભાર સંભાળ્યો
- 26 માં વાયુસેનાના વડાના પદ્દ પરથી RKS ભદૌરિયા થયા નિવૃત્ત
- આ અગાઉ વાયુસેનાના નવા ડેપ્યુટી ચીફની પણ નિયુક્તિ કરવામાં આવી હતી
નવી દિલ્હી : દેશના 26 માં એરફોર્સ ચીફ RKS ભદૌરિયા 41 વર્ષની લાંબી કારકિર્દી બાદ ગુરુવારે નિવૃત્ત થયા હતા. તેઓએ વાયું સેનાના વડા તરીકે તેમણે આજે સવારે છેલ્લી વખત નેશનલ વોર મેમોરિયલમાં પુષ્પાંજલિ અર્પી હતી. આ બાદ, ભદૌરિયાએ 27 માં વાયું સેનાના વડા (Chief of Air Staff)નો પદભાર એર માર્શલ વી.આર.ચૌધરી( VR Chowdhury)ને સોંપવામાં આવ્યો છે. નવા અને જૂના વાયુ સેનાના વડાઓને હેડક્વાર્ટરમાં ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. નવા IAF ચીફ શુક્રવારે નેશનલ વોર મેમોરિયલમાં પુષ્પાંજલિ આપી શહીદોને શ્રદ્ધાંજલિ આપશે.
VR ચૌધરી આગામી વાયુસેના પ્રમુખ બનશે
આ અગાઉ, 21 સપ્ટેમ્બરના રોજ, કેન્દ્ર સરકારે એર માર્શલ વી.આર.ચૌધરીને દેશના આગામી એર સ્ટાફ ચીફ બનાવવાનો નિર્ણય કર્યો હતો. ચૌધરી હાલ વાયુસેનાના ડેપ્યુટી ચીફ છે. હાલના વાયુસેના પ્રમુખ આરકેએસ ભદૌરિયા 30 સપ્ટેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. જે બાદ ચૌધરી આ પદ સંભાળશે. એર માર્શલ વિવેક રામ ચૌધરીએ આ વર્ષે 1 જુલાઈના રોજ વાયુસેનાના ડેપ્યુટી ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.