- એર માર્શલ વી.આર.ચૌધરીને આગામી એર સ્ટાફ ચીફ તરીકે નિયુક્ત કરાયા
- 29 ડિસેમ્બર, 1982 ના રોજ ભારતીય વાયુસેનાના લડાકુ પ્રવાહમાં કાર્યરત કરવામાં આવ્યા હતા
- વર્તમાન એર ચીફ ઓફ એર સ્ટાફ આર.કે.એસ ભદૌરિયાની જગ્યા લેશે
નવી દિલ્હી: એર માર્શલ વી.આર.ચૌધરી એર સ્ટાફના આગામી ચીફ બનશે. ચૌધરી વર્તમાન એર ચીફ ઓફ એર સ્ટાફ આર.કે.એસ ભદૌરિયાની જગ્યા લેશે. મળતી માહિતી મુજબ ભદૌરિયા 30 સપ્ટેમ્બરે નિવૃત્ત થશે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે એર માર્શલ વી.આર.ચૌધરી 30 સપ્ટેમ્બરે આર.કે.એસ ભદૌરિયાના નિવૃત્ત થયા બાદ વાયુસેનાના આગામી વડા તરીકેની જવાબદારી સંભાળશે. એર માર્શલ વી.આર.ચૌધરી હાલમાં વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ છે.
આ પણ વાંચો :જમ્મુ-કાશ્મીર: ઉરીમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ