ગુજરાત

gujarat

ETV Bharat / bharat

એર માર્શલ સંદીપસિંહ બનશે વાયુસેના ડેપ્યુટી ચીફ, ઘણા મોટા ફેરફારોની જાહેરાત - એર માર્શલ વી.આર.ચૌધરી નાવ ચીફ

ભારતીય વાયુસેનાના નવા ડેપ્યુટી ચીફ ( Vice Chief of Air Force) એર માર્શલ સંદીપ સિંહ (Air Marshal Sandeep Singh ) બનશે. તેઓ એર માર્શલ વી.આર.ચૌધરી(Air Marshal VR Chaudhury)ની જગ્યા લેશે, જે 30 સપ્ટેમ્બરના રોજ એર સ્ટાફના વડા ( Chief of Air Force ) તરીકેનો કાર્યભાર સંભાળશે. એર માર્શલ વી.આર.ચૌધરી એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાની જગ્યા લેશે.

sandeep singh to be appointedvice chief of Air Force
એર માર્શલ સંદીપસિંહ બનશે વાયુસેના ડેપ્યુટી ચીફ

By

Published : Sep 24, 2021, 6:23 PM IST

  • વાયુસેનાના નવા ડેપ્યુટી ચીફ એર માર્શલ સંદીપ સિંહ
  • એર માર્શલ વી.આર.ચૌધરી બનશે વાયુસેનાના વડા
  • 30 સપ્ટેમ્બરના રોજ વડા તરીકેનો કાર્યભાર સંભાળશે

નવી દિલ્હી : વાયુસેનામાં મોટા ફેરફારો સામે આવી રહ્યા છે. બે દિવસ પહેલા એર માર્શલ વી.આર.ચૌધરી(Air Marshal VR Chaudhury)ને વાયુસેનાના પ્રમુખ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ બાદ વાયુસેનાના નવા ડેપ્યુટી ચીફ( Vice Chief of Air Force)ના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં એર માર્શલ સંદીપ સિંહ (Air Marshal Sandeep Singh)ને ભારતીય વાયુસેનાના આગામી ડેપ્યુટી ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, એર માર્શલ વી આર ચૌધરી 30 સપ્ટેમ્બરના રોજ વાયુસેનાના વડા ( Chief of Air Force )તરીકેનો કાર્યભાર સંભાળશે.

ઈસ્ટર્ન એર કમાન્ડના ચીફ છે એર માર્શલ બલભદ્ર રાધા કૃષ્ણ

આ દરમિયાન, એર માર્શલ બલભદ્ર રાધા કૃષ્ણને ચીફ ઓફ સ્ટાફ કમિટીના પ્રમુખ માટે ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફના નવા ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે એર માર્શલ અમિત દેવને વેસ્ટર્ન એર કમાન્ડના આગામી ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હાલમાં તેઓ ઈસ્ટર્ન એર કમાન્ડના ચીફ છે.

એર માર્શલ સંદીપ સિંહની કારકિર્દી

એર માર્શલ સંદીપ સિંહને 22 ડિસેમ્બર 1983 ના રોજ ફાઈટર એરક્રાફ્ટ પાઈલટ તરીકે ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા હતા. તેની પાસે 4,150 કલાકથી વધુ ઉડાનનો અનુભવ છે. આ ઉપરાંત, તેઓ Su-30 MkI, Mig-29 અને Mig-21 વિમાનમાં ઉડાન ભરવાની યોગ્યતા ધરાવે છે. માર્શલ સંદીપ સિંહ A2 ક્લાસમાં ક્વોલિફાઇડ ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર છે અને એક અસાધારણ પરીક્ષણ પાયલોટ છે. તે Mig -21 સ્ક્વોડ્રનના ફ્લાઇટ કમાન્ડર અને એરફોર્સ ટેસ્ટ પાયલટ સ્કૂલમાં પ્રશિક્ષક રહી ચૂક્યા છે.

VR ચૌધરી આગામી વાયુસેના પ્રમુખ બનશે

આ અગાઉ, 21 સપ્ટેમ્બરના રોજ, કેન્દ્ર સરકારે એર માર્શલ વી.આર.ચૌધરીને દેશના આગામી એર સ્ટાફ ચીફ બનાવવાનો નિર્ણય કર્યો હતો. ચૌધરી હાલ વાયુસેનાના ડેપ્યુટી ચીફ છે. હાલના વાયુસેના પ્રમુખ આરકેએસ ભદૌરિયા 30 સપ્ટેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. જે બાદ ચૌધરી આ પદ સંભાળશે. એર માર્શલ વિવેક રામ ચૌધરીએ આ વર્ષે 1 જુલાઈના રોજ વાયુસેનાના ડેપ્યુટી ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.

આ પણ વાંચો:

ABOUT THE AUTHOR

...view details