ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Air India's A320neoનું એન્જિન ફ્લાઈટ ટેકઓફ થયા બાદ બંધ પડી ગયું, પછી થયું કંઇક આવું...

એર ઈન્ડિયાના પ્રવક્તાએ (Air India Spokeperson) કહ્યું હતું કે, ગુરૂવારે વિમાન બદલ્યા બાદ બેંગ્લુરૂના એક ચોક્કસ (Departure from Others) સ્થળે રવાના કરી દેવામાં આવ્યા હતા. સુત્રોએ એવું જણાવ્યું કે, DGCA સમગ્ર કેસની તપાસ કરી રહ્યું છે.

Air India's A320neoનું એન્જિન ફ્લાઈટ ટેકઓફ થયા બાદ બંધ પડી ગયું, પછી પ્રવાસીઓને....
Air India's A320neoનું એન્જિન ફ્લાઈટ ટેકઓફ થયા બાદ બંધ પડી ગયું, પછી પ્રવાસીઓને....

By

Published : May 20, 2022, 5:27 PM IST

નવી દિલ્હી: ટાટા ગ્રૂપ તરફથી સંચાલન કરવામાં આવતા એર ઈન્ડિયાનું વિમાન A320neo (Air India A320neo) રન-વે પરથી ઊડાન ભર્યાના 27 મિનિટ બાદ મુંબઈ એરપોર્ટ (Mumbai International Airport) પર પાછું ફર્યું હતું. કારણ કે, ટેકનિકલ ખામીને (Technical Problems in A320neo) કારણે વિમાનનું એક એન્જિન હવામાં (Flight Engine Shut Off) જ બંધ પડી ગયું હતું. શુક્રવારે સુત્રોમાંથી આ વિગત સામે આવી હતી. એર ઈન્ડિયાના પ્રવક્તાએ એવું કહ્યું કે, ગુરૂવારે વિમાન બદલ્યા બાદ પ્રવાસીઓને એના ડેસ્ટિનેશન સુધી મોકલવા માટે રવાના કરી દેવાયા હતા. જોકે, DGCA સમગ્ર કેસની તપાસ કરી રહ્યું છે.

આ પણ વાંચો:એરપોર્ટ પર એક મહિલાએ 40 મિનિટ ફ્લાઈટ રોકી, કારણ જાણશો તો તમે પણ ચોંકી જશો...

આ પ્રકારનું એન્જિન: એર ઈન્ડિયાના A320neo વિમાનમાં CFMલીપના એન્જિન લાગેલા હોય છે. A320neo વિમાનના પાયલટને સવારે 9.43 વાગ્યે છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફ્લાઈટ ટેકઓફ કર્યા બાદ ગણતરીની મિનિટમાં એન્જિનમાંથી ગેસ નીકળતો હોવાની જાણકારી મળી હતી. આ અંગે પાયલટને એક ટેમ્પ્રેચર સાથે એલર્ટ પણ મળ્યું હતું. એન્જિન બંધ થયા બાદ પાયલટ સવારે 10 વાગ્યાને 10 મિનિટે ફ્લાઈટને ફરી મુંબઈ એરપોર્ટ પર લઈ આવ્યા હતા.

આ પણ વાંચો:ઈન્ડિગોએ એક દિવ્યાંગ બાળકને પ્રવાસ કરતા રોક્યો, કારણ જાણીને તમે પણ કહેશો કે...

પ્રવક્તાએ કરી ખાતરી: જ્યારે ટેકઓફ થયા બાદ ઈમરજન્સી લેંડિગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે સમગ્ર વાત જાણવા મળી હતી. એક ઈન્ડિયાના પ્રવક્તાએ ઉમેર્યું કે, એર ઈન્ડિયા સુરક્ષાના મુદ્દાઓને સૌથી વધારે મહત્ત્વ આપે છે. અમારા પાયલટ આ પ્રકારની પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે માહિર છે. અમારી એન્જિનીયરની ટીમે યુદ્ધના ધોરણે આ ખામીને દૂર કરવા માટે પ્રયત્નો કરવાના શરૂ કરી દીધા હતા. વિમાન બદલ્યા બાદ પ્રવાસીઓને એના ડેસ્ટિનેશન પર રવાના કરી દેવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details