ગુજરાત

gujarat

ETV Bharat / bharat

એર ઈન્ડિયાએ વૃદ્ધો માટે કરી મહત્વની જાહેરાત - એર ઈન્ડિયા ડિસ્કાઉન્ટ ઓફર

હવાઈ ​​પ્રવાસ કરનારા વરિષ્ઠ નાગરિકો માટે સારા સમાચાર છે. એર ઈન્ડિયાએ વૃદ્ધ ​​પ્રવાસીઓને સસ્તા દરે ટિકિટ આપવાની જાહેરાત (Air India offered a discount for senior citizens)કરી છે.

એર ઈન્ડિયાએ વૃદ્ધો માટે કરી મહત્વની જાહેરાત
એર ઈન્ડિયાએ વૃદ્ધો માટે કરી મહત્વની જાહેરાત

By

Published : Jun 2, 2022, 2:07 PM IST

Updated : Jun 2, 2022, 3:51 PM IST

નવી દિલ્હીઃ ફ્યુઅલ ચાર્જમાં વધારાને કારણે એર ટિકિટના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. આ મોંઘવારીની વચ્ચે હવાઈ પ્રવાસ કરતા વરિષ્ઠ નાગરિકો માટે રાહતના સમાચાર છે. એર ઈન્ડિયાએ(Air India) વૃદ્ધ પ્રવાસીને સસ્તા દરે ટિકિટ આપવાની જાહેરાત કરી છે. એર ઈન્ડિયાની વેબસાઈટ અનુસાર, 60 વર્ષથી વધુ ઉંમરના ભારતીય નાગરિકોને બેઝિક એર પ્રાઈસ પર 50 ટકા ડિસ્કાઉન્ટ (Air india discount offer)આપવામાં આવશે. આ માટે તેમણે પ્રવાસના ઓછામાં ઓછા ત્રણ દિવસ પહેલા ટિકિટ બુક( Air India ticket booking)કરાવવી પડશે. આ ઑફર માત્ર ઇકોનોમી ક્લાસ માટે જ માન્ય છે.

ટિકિટ

આ પણ વાંચોઃWings India 2022 :એરબસ સાથે ટાટાની નવા એરક્રાફ્ટની ખરીદી માટે ચર્ચા

ભારતના કોઈપણ પ્રદેશમાં પ્રવાસ -એર ઈન્ડિયાએ રાહત આપવા માટે ઘણી શરતો પણ મૂકી છે. આ છૂટ મેળવવા માટે, વરિષ્ઠ નાગરિકોએ બોર્ડિંગ પાસ મેળવતી વખતે ઓળખનો પુરાવો દર્શાવવો પડશે. જો પ્રવાસ દરમિયાન સાબિતી નહીં બતાવવામાં આવે તો તેમની પાસેથી સંપૂર્ણ ભાડું વસૂલવામાં આવશે. એર ઈન્ડિયાની વેબસાઈટ airindia.in અનુસાર, આ છૂટ ભારતના કોઈપણ પ્રદેશમાં પ્રવાસ કરતી વખતે વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવશે. જો વરિષ્ઠ નાગરિકો ટિકિટ બુક કરાવ્યા પછી પ્રવાસની તારીખમાં ફેરફાર કરે છે, તો તેમણે વધારાનો રિશેડ્યૂલ ચાર્જ ચૂકવવો પડશે. આ સિવાય ફ્લાઈટ કેન્સલેશન અને રિફંડ પર કોઈ ડિસ્કાઉન્ટની ઓફર નથી. આમ કરવા પર, તેમની પાસેથી એક નિશ્ચિત ચાર્જ લેવામાં આવશે.

આ પણ વાંચોઃRussia Ukraine War: યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવાનો ખર્ચ પ્રતિ કલાક 7-8 લાખ રૂપિયા: એર ઈન્ડિયા

ડિસ્કાઉન્ટ ફક્ત ભારતમાં મુસાફરી કરવા માટે જ ઉપલબ્ધ - એર ઈન્ડિયા દ્વારા બેઝિક પ્રાઈસમાં આપવામાં આવેલી ઓફરથી વરિષ્ઠ નાગરિકોને ઘણો ફાયદો થશે. ઉદાહરણ તરીકે, 28 જુલાઈના રોજ એર ઈન્ડિયાની હૈદરાબાદ અને દિલ્હીની ફ્લાઈટ માટે, ટિકિટનું લઘુત્તમ ભાડું રૂપિયા 5214 અને મહત્તમ રૂપિયા 5949 છે. પરંતુ આ રૂટ પર વરિષ્ઠ નાગરિક વર્ગમાં મહત્તમ અને લઘુત્તમ ભાડું 4726 રૂપિયા છે. મહેરબાની કરીને નોંધ કરો કે આ દર 1 જુલાઈના રોજ હતો. તેના દર અલગ અલગ તારીખે બદલાઈ શકે છે.

Last Updated : Jun 2, 2022, 3:51 PM IST

ABOUT THE AUTHOR

...view details