મુંબઈ:યુક્રેનમાં ફસાયેલા સેંકડો ભારતીય નાગરિકોને પરત લાવવા માટે એર ઈન્ડિયાની ફ્લાઈટ ચલાવવામાં આવી રહી છે, જેનો ખર્ચ પ્રતિ કલાક 7-8 લાખ રૂપિયા (AIR INDIA FLIGHTS COSTING SEVEN TO EIGHT LAKH) છે. એર ઈન્ડિયા રશિયન હુમલાનો સામનો કરી રહેલા યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય નાગરિકોને ઘરે લાવવા માટે મોટા કદના ડ્રીમલાઈનર વિમાનોનો ઉપયોગ (Use of Dreamliner planes) કરી રહી છે. આ વિમાનો યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં પડોશી દેશો રોમાનિયા અને હંગેરીના એરપોર્ટ પર ઉતરી (EVACUATE INDIANS FROM UKRAINE) રહ્યા છે અને ત્યાં પહોંચેલા ભારતીયો સાથે પરત ફરી રહ્યા છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કેટલાય ભારતીય નાગરિકોને પરત લાવવામાં આવ્યા છે. આ ફ્લાઈટ્સ ભારત સરકારના નિર્દેશો પર ચલાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો:Russia-Ukraine War: આજે રશિયા-યુક્રેન યુદ્ધનો 5મો દિવસ, રશિયન ન્યુક્લિયર ફોર્સ હાઇ એલર્ટ પર
પ્રતિ કલાક લગભગ 7થી 8 લાખ રૂપિયાનો ખર્ચ
એર ઈન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું કે, આ અભિયાનમાં ડ્રીમલાઈનર એરક્રાફ્ટ પર પ્રતિ કલાક લગભગ 7થી 8 લાખ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે. આ સૂત્રએ જણાવ્યું હતું કે, રેસ્ક્યુ ઓપરેશનનો કુલ ખર્ચ પ્લેન ક્યાં જઈ રહ્યું છે અને તે કેટલું અંતર કાપી રહ્યું છે તેના પર નિર્ભર રહેશે. તે મુજબ એક અભિયાનમાં ભારતથી યુક્રેન જવા અને ત્યાંથી ભારતીય નાગરિકો સાથે પરત ફરવા પાછળ 1.10 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. કુલ ખર્ચમાં એરક્રાફ્ટ ફ્યુઅલ, ક્રૂ મેમ્બર માટે મહેનતાણું, નેવિગેશન, લેન્ડિંગ અને પાર્કિંગ ચાર્જનો સમાવેશ થાય છે.
ડ્રાઇવર અને સપોર્ટ સ્ટાફના બે જૂથ રાખવામાં આવ્યા