નવી દિલ્હી: એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AEI-173 6 જૂનના રોજ સાન ફ્રાન્સિસ્કો જવા માટે રવાના થઈ હતી. એરક્રાફ્ટના એેક એન્જિનમાં ટેક્નિકલ ખામી સર્જાતા ફ્લાઈટને રશિયામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતુ્ં. વિમાનમાં 216 મુસાફરો અને 16 ક્રૂ મેમ્બર સવાર હતા. મુસાફરોને અમેરિકા લઈ જવા માટે એર ઈન્ડિયા દ્વારા ફેરી ફ્લાઈટ મોકલવામાં આવશે.
ફેરી ફ્લાઈટ મોકલી: દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AEI-173 એરક્રાફ્ટના એન્જિનમાં ટેક્નિકલ ખામી સર્જાતા રશિયાના મગદાદમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. ફ્લાઈટ 216 મુસાફરો અને 16 ક્રૂ મેમ્બર સાથે સુરક્ષિત લેન્ડ થઈ હતી. ત્યારે એર ઈન્ડિયા મગદાદમાંથી મુસાફરોને અમેરિકા લઈ જવા માટે ફેરી ફ્લાઈટ મોકલી રહી છે.
પરિસ્થિતિ પર રહેશે નજર: યુ.એસ.એ કહ્યું હતું કે, સાન ફ્રાન્સિસ્કો જતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું રશિયામાં ઈમરજન્સી લેન્ડિંગ થયા બાદ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. ટાટા ગ્રુપની માલિકીની ખાનગી એરલાઈને મંગળવારે સાંજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, દિલ્હીથી ફ્લાઈટ AEI-173ના એન્જિનમાં સર્જાયેલ ખામીને કારણે રશિયાના મગદાન તરફ વાળવામાં આવી હતી.
અમારી પાસે યુએસ જનારા એક વિમાન વિશે માહિતી છે જેણે રશિયામાં ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. જો કે, આ ફ્લાઈટમાં કેટલા યુએસ નાગરિકો હતા તેની હું પુષ્ટિ કરવામાં અસમર્થ છું.--- વેદાંત પટેલ (ડેપ્યુટી પ્રવક્તા,યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ)