- એક સમયે વાયુસેનામાં ઑફિસર હતાં
- જેગુઆર-મિરાજની કરતાં હતાં દેખરેખ
- આજ સામાન્ય જીંદગી જીવવા થયા છે મજબૂર
મસૂરી: "આઇ ટ્રાઇ ટુ સ્ટ્રગલ ફોર ધેટ એનીમલ્સ જે બોલી નથી શકતા હું તેમના માટે પ્રયત્ન કરી રહ્યો છે. જ્યાં સુધી બને ત્યાં સુધી તેમને બે વખતનો રોટલો આપવાનો પ્રયત્ન કરું છું" આ શબ્દો છે મહોમ્મદ શોએબ આલમના કે જે એક સમયે ભારતીય વાયુસેનાનો ભાગ હતા. પણ તેમના નસીબનું ચક્ર એવું ફર્યું કે આજે તેઓ એક ટૂટેલા ફૂટેલા શેડ નીચે એકલા જીવન જીવવા માટે મજબૂર બન્યા છે પણ અહીંયા રહેતા શોએબના જીવનમાં કેટલાક મિત્રો આવ્યા કે જેના કારણે તેમના જીવનની એકલતા દૂર થઇ ગઇ.. શોએબ જેટલું પણ કમાય છે તે તેઓ પોતાના આ મિત્રો પર ખર્ચ કરી દે છે.
ભારતીય વાયુસેના સાથે જોડાયેલા હતા શોએબ
મસૂરીના હાથી પાંવ વિસ્તારમાં રહેતા શોએબને પોતાના જીવનનમાં કોઇ દુખ નથી. તેમણે કૂતરાઓ અને ગાયને પોતાના મિત્રો બનાવી લીધા છે. શોએબ એમની સાથે વાત કરે છે તેમની સાથે જ પોતાનો અનુભવ શેર કરે છે. શોએબ માને છે કે તેમને આ અબોલ જીવનો સાથ પસંદ છે. મહોમ્મદ શોએબે ETV Bharatને જણાવ્યું હતું કે 1988માં દેશ સેવાની ઇચ્છા સાથે તેઓ વાયુસેનામાં દાખલ થયા હતાં ત્યારે તેઓ જેગુઆર અને મિરાજ પ્લેનની દેખરેખ કરતાં હતાં બધું જ બરાબર ચાલી રહ્યું હતું. દેશ સેવા કરતાં કરતાં તેમને 8 વર્ષ થયા હતાં ત્યારે અચાનક 1996માં જ્યારે સિયાચીનની પોસ્ટિંગ દરમ્યાન તેમને બ્લાઇંડનેસની બિમારી થઇ અને તેમને દેખાતું બંધ થઇ ગયું. આથી તેમણે નોકરી છોડવી પડી હતી.
વધુ વાંચો:એક શિક્ષિકા જે વિદ્યાર્થીઓના નામ પર જમા કરે છે પૈસા