નવી દિલ્હીઃ હૈદરાબાદના સાંસદ (MP Hyderabad) અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) પાર્ટીના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ (AIMIM ASADUDDIN OWAISI) કેન્દ્રની મોદી સરકાર પર નિશાન તાંક્યું છે. તેમણે કહ્યું કે દેશમાં મોંઘવારી માટે મુઘલો જવાબદાર (Mughal Dynasty not Responsible) નથી. "જો તાજમહેલ ન હોત તો આજે પેટ્રોલની કિંમત 40 રૂપિયા પ્રતિ લીટર હોત," ઓવૈસીએ જનસભામાં કહ્યું કે દેશની તમામ સમસ્યાઓ માટે શાસક પક્ષ મુઘલો અને મુસ્લિમોને જવાબદાર ઠેરવી રહ્યો છે. 'દેશમાં યુવાનો બેરોજગાર છે, મોંઘવારી વધી રહી છે, ડીઝલ 102 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.
આ પણ વાંચોઃગુજરાતની ચૂંટણી માટે કોંગ્રેસની રણનીતિ: પ્રભારી રઘુ શર્માએ કહી આ વાત
મુઘલ શાસનનો ઉલ્લેખઃ તેમણે પોતાની વાતમાં એવું પણ કહ્યું કે, હકીકતમાં આ બધા માટે ઔરંગઝેબ જવાબદાર છે, (PM Narendra Modi) મોદી નહીં. બેરોજગારી માટે બાદશાહ અકબર જવાબદાર છે. આજે પેટ્રોલ 104 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે, જેના માટે તે જવાબદાર છે, જેમણે તાજમહેલ બનાવ્યો છે. ઓવૈસીએ એમ પણ કહ્યું કે, 'જો તેણે તાજમહેલ ન બનાવ્યો હોત તો આજે પેટ્રોલની કિંમત 40 રૂપિયા પ્રતિ લીટર હોત. 'વડાપ્રધાન, હું સ્વીકારું છું કે શાહજહાંએ તાજમહેલ અને લાલ કિલ્લો બનાવીને ભૂલ કરી છે. તેણે તે પૈસા બચાવી લેવા જોઈતા હતા જેથી તે 2014માં મોદીજીને સોંપવામાં આવ્યા હોત.