નવી દિલ્હીઃ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં AIMIMએ પણ 15 વોર્ડમાં પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. (asaduddin owaisi attacks on arvind kejriwal )AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી રવિવારે AIMIM ઉમેદવારોના ચૂંટણી પ્રચાર માટે દિલ્હી પહોંચ્યા હતા અને ઉત્તર પૂર્વ દિલ્હીના જૂના મુસ્તફાબાદ અને સીલમપુર સહિત વિવિધ વિસ્તારોમાં જાહેર સભાઓને સંબોધિત કરી હતી અને AIMIMના ઉમેદવારોને મત આપવા અપીલ કરી હતી.
અલગ જ રંગમાં જોવા મળ્યા:MCD ચૂંટણી પ્રચારમાં ઓવૈસી એક અલગ જ રંગમાં જોવા મળ્યા.(aimim chief asaduddin owaisi) તેઓ ભારતીય જનતા પાર્ટી કરતા દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ પર વધુ પ્રહાર કરતા જોવા મળ્યા હતા. તેમણે અરવિંદ કેજરીવાલને નાનકડું રિચાર્જ ગણાવીને ટોણો માર્યો હતો. ઓવૈસીએ કહ્યું કે દિલ્હીમાં કોઈએ કોઈ કામ કર્યું નથી, ન તો સ્કૂલ બની છે, ન સફાઈ થઈ છે, રસ્તાઓ તૂટી ગયા છે.
હિંદુ-મુસ્લિમ વચ્ચે નફરતની આગ :ઓવૈસીએ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતા કહ્યું કે, અરવિંદ કેજરીવાલે કોરોના મહામારીમાં મુસ્લિમો અને તબલીગી જમાતને સુપર સ્પ્રેડર કહીને બદનામ કરવાનું કામ કર્યું છે. તબલીગી જમાતના લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. ઓવૈસીએ દિલ્હીના રમખાણોને લઈને અરવિંદ કેજરીવાલ પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે જ્યારે હિંદુ-મુસ્લિમ વચ્ચે નફરતની આગ ભડકી ત્યારે અરવિંદ કેજરીવાલ જીભ, આંખ અને કાન બંધ કરીને બેઠા હતા.
બુલડોઝરની કાર્યવાહીનું સમર્થન:અરવિંદ કેજરીવાલે જહાંગીરપુરી હિંસા દરમિયાન પણ બુલડોઝરની કાર્યવાહીનું સમર્થન કર્યું હતું. આ સિવાય જ્યારે શાહીન બાગમાં CAAનો વિરોધ થઈ રહ્યા હતા ત્યારે પણ અરવિંદ કેજરીવાલે સમર્થન આપ્યું ન હતું અને વિરોધમાં બેઠેલી મહિલાઓને હટાવવાનું કહ્યું હતું. તેમણે કહ્યું કે 2014 પછી જે રીતે ભાજપે રાજકારણમાંથી મુસ્લિમોને ખતમ કરવાનું કામ શરૂ કર્યું, હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ તે જ કામ કરી રહી છે.