- AIIMSએ ડોક્ટરો અને આરોગ્ય કાર્યચારીની રજાને સંબંધિત નોટિસ જાહેર કરી
- કોરોના સંક્રમિત સ્ટાફને માત્ર 10 દિવસની જ રજા આપવામાં આવશે
- 10 દિવસ પછી રિપોર્ટ નેગેટિવ આવે તો તેઓ કામ પર પાછા આવી શકે
નવી દિલ્હી :ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS)એ તેના ડોક્ટરો અને આરોગ્ય કાર્યચારીની રજાને સંબંધિત એક નોટિસ જાહેર કરી છે. જે અંતર્ગત જો કોઈ ડૉક્ટર નર્સ અથવા સ્ટાફને કોરોના સંક્રમિત થયું હોય તો, તો તેઓને ફક્ત 10 દિવસની રજા આપવામાં આવશે. અને તેણે 11મા દિવસે ડ્યૂટી પર પાછા ફરવું પડશે. અગાઉ આ નિયમ 17 દિવસનો હતો.
આ પણ વાંચો : કોરોનાના કારણે INI, CET, PG 2021ની પ્રવેશ પરીક્ષા મુલતવી રખાઇ
આરોગ્ય કર્મચારીઓની અછતને ધ્યાનમાં રાખીને AIIMS દ્વારા આ નિર્ણય લેવાયો
હોસ્પિટલમાં આરોગ્ય કર્મચારીઓની અછતને ધ્યાનમાં રાખીને AIIMS વહીવટીતંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં અગાઉ કોઈ ડોક્ટર અથવા સ્ટાફને સંક્રમણ લાગ્યો હોય અને તેને સ્વસ્થ થવા માટે હોમ આઇશોલેશન સહિત 17 દિવસની રજા આપવામાં આવી હતી. અને તેને પાછો બોલાવવામાં આવતો હતો ત્યારે તે સંપૂર્ણ સ્વસ્થ થયા પછી જ ડ્યૂટી પર પરત ફરતો હતો. પરંતુ હોસ્પિટલમાં દર્દીઓની વધતી સંખ્યા અને આરોગ્યસંભાળ કાર્યકરની અછતને જોતા વહીવટીતંત્રે આ નિયમમાં સુધારો કર્યો છે. સંક્રમણ લાગ્યું હોય તો ફક્ત 10 જ દિવસની રજાન જારી કરવામાં આવે છે.
ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ આ પણ વાંચો : પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ કોરોના સંક્રમિત, AIIMSમાં કરાયા દાખલ
10 દિવસ પછી રિપોર્ટ નેગેટિવ આવે તો તેઓ કામ પર પાછા આવી શકે
AIIMSના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાની અધ્યક્ષતામાં મળેલી મીટિંગ અનુસાર, આરોગ્ય કર્મચારીઓનેે કોરોનાનાં લક્ષણો નથી અથવા સીધા સંક્રમિત ન થયા હોય, તેઓનું ટ્રેસિંગ અટકાવવું જોઈએ, ફક્ત લક્ષણોવાળા આરોગ્ય કર્મચારીઓનું જ ટેસ્ટિંગ કરવું જોઈએ અને હોમ આઇશોલેસન ફક્ત તેમને જ આપવું જોઈએ. વહીવટતંત્ર મુજબ, જો સ્ટાફમાં કોઇને ઉધરસ, શરદી, શ્વાસની તકલીફ જેવા લક્ષણો ન હોય અને જો તેમનો 10 દિવસ પછી રિપોર્ટ નેગેટિવ આવે તો તેઓ કામ પર પાછા આવી શકે છે.