- અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિ ધારાસભ્ય દળની બેઠક બોલાવી
- 5 વાગ્યે મળશે ધારાસભ્યદળની બેઠક
- સીએમ અમરિંદર સિંહને લઇને ધારાસભ્યોમાં અસંતોષ
ચંદીગઢ: પંજાબ કૉંગ્રેસમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિ (AICC)એ શનિવારના રાજ્યના કૉંગ્રેસે ધારાસભ્યદળની બેઠક બોલાવી છે. AICCના મહાસચિવ તેમજ પંજાબ કૉંગ્રેસના પ્રભારી હરીશ રાવતે શુક્રવારના આ વિશે જાહેરાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ આજે તેમના પદ પરથી રાજીનામું આપે તેવી શક્યતા છે અને તેઓ બપોરે સાડા ત્રણ વાગ્યે રાજ્યપાલને મળે તેવી શક્યતા છે. કારણ કે તેમના પર રાજીનામું આપવા માટે સતત દબાણ નાખવામાં આવી રહ્યું છે. આવા સંજોગોમાં તેઓ પોતે પણ પદ પરથી રાજીનામું આપવાની તૈયારી કરી રહ્યા છે.
પંજાબ કૉંગ્રેસ પ્રભારીએ ટ્વીટ કરીને આપી માહિતી
રાવતે ટ્વીટ કર્યું કે, 'કૉંગ્રેસના અનેક ધારાસભ્યોએ AICCને પંજાબ કૉંગ્રેસ ધારાસભ્ય દળની તાત્કાલિક બેઠક બોલાવવા માટે અનુરોધ કર્યો. આ ક્રમમાં પંજાબ પ્રદેશ કૉંગ્રેસ સમિતિની ઑફિસમાં 18 સપ્ટેમ્બરના સાંજે 5 વાગ્યે ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. પંજાબ કૉંગ્રેસના તમામ ધારાસભ્યોને બેઠકમાં સામેલ થવા માટે વિનંતી કરવામાં આવે છે.' આ ટ્વીટમાં તેમણે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી, મુખ્યપ્રધાન અમરિંદર સિંહ અને પંજાબ કૉંગ્રેસ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુને પણ ટેગ કર્યા.