ચેન્નઈઃAIADMKના બે વિરોધી નેતાઓ એડપ્પડી કે પલાનીસ્વામી અને ઓ પનીરસેલ્વમના સમર્થકોએ પાર્ટીના કાર્યાલયની અંદર અને બહાર હિંસા તેમજ (Conflict AT AIADMK Headquarter) તોડફોડ કરી હતી. આવું કર્યા પછી સત્તાવાળાઓએ સોમવારે તમિલનાડુમાં પક્ષના મુખ્યાલયને સીલ (AIADMK Headquarter Seal) કરી દીધું હતું. પનીરસેલ્વમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. એવું પણ કહ્યું છે કે તેઓ હવે કોર્ટનો સંપર્ક કરશે. કાયદાકીય (O. Panneerselvam Takes legal Action) પગલાં ભરશે. કાર્યકર્તાઓ વચ્ચે જઈને ન્યાય માંગશે. આ સાથે તેઓ પાર્ટી કાર્યાલયની બહાર નીકળી ગયા હતા. મહેસૂલ અધિકારીઓએ AIADMK હેડક્વાર્ટર 'MGR Maligai'ને સીલ કરી દીધું.
આ પણ વાંચોઃનદીમાં પૂર આવતા ટ્રેકટર પત્તાની જેમ વહેવા લાગ્યું, જૂઓ વીડિયો...
શું કહ્યું અધિકારીઓએઃઅધિકારીઓએ કહ્યું કે હિંસાને ધ્યાનમાં રાખીને આ પગલાં લેવાયા છે. પાર્ટી કાર્યાલયમાં હાજર તમામ લોકોને પોલીસે બહાર કાઢી મૂક્યા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને મહેસૂલ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા. બન્ને નેતાઓના સમર્થકો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. તે પછી તેઓએ અવાઈ ષણમુગમ સલાઈમાં AIADMK હેડક્વાર્ટરમાં તોડફોડ કરી હતી. પલાનીસ્વામીએ પનીરસેલ્વમને શાસક ડીએમકેની "કઠપૂતળી" ગણાવ્યા અને હિંસા માટે તેમને જવાબદાર ગણાવ્યા. એવો પણ આક્ષેપ કર્યો હતો કે પન્નીરસેલ્વમે પાર્ટી ઓફિસમાંથી અને પાર્ટીના દિવંગત પ્રમુખ જે જયલલિતાના ઓફિસ રૂમમાંથી તમામ કાગળો કાઢી લીધા હતા.