ચેન્નાઈઃ AIADMKએ ભાજપની લીડરશીપ વાળા એનડીએ સાથે સંબંધ તોડવાનો નિર્ણય લીધો છે. AIADMKએ જણાવ્યું કે 2024ની લોકસભા ચૂંટણી અમે એકલા હાથે લડીશું. AIADMKના મુનુસામીએ કહ્યું કે, પાર્ટીની બેઠકમાં સર્વસંમતિથી અમે આ નિર્ણય લીધો છે. જે અનુસાર અમે ભાજપ, એનડીએ સાથે દરેક પ્રકારના સંબંધ તોડી રહ્યા છીએ. ભાજપના સ્ટેટ લીડર વારંવાર અમારા પૂર્વ નેતાઓ, મહાસચિવ ઈપીએસ અને અમારી કેડર વિરૂદ્ધ અનાવશ્યક ટિપ્પણી કરતા રહ્યા છે.
AIADMK Exits NDA: તમિલનાડુમાં NDAને ઝટકો, AIADMKએ NDA સાથે છેડો ફાડયો
તમિલનાડુમાં એનડીએ ઝટકો લાગ્યો છે. AIADMKએ NDA સાથે છેડો ફાડવાની સત્તાવાર જાહેરાત કરી છે. 2024ની ચૂંટણી અમે એકલા હાથે લડીશું. ભાજપના વરિષ્ઠ નેતાઓ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ આ સંબંધ વિચ્છેદ માટે જવાબદાર છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ.
Published : Sep 25, 2023, 7:27 PM IST
સર્વસંમતિથી લેવાયો નિર્ણયઃ AIADMKની એક ઉચ્ચ સ્તરીય બેઠક જેની અધ્યક્ષતા એડપ્પાદી કે પલાનીસ્વામી કરી રહ્યા હતા. આ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયું કે પાર્ટીએ સર્વસંમતિથી ભાજપ અને એનડીએ સાથે છેડો ફાડવાનું નક્કી કર્યુ છે. આવતા વર્ષ 2024ની ચૂંટણી AIADMKએ સમાન વિચારધારાવાળા પક્ષો સાથે રહીને લડવાનું નક્કી કર્યુ છે. મુનુસામીએ કહ્યું કે બેઠકમાં સર્વસંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
2 કરોડ કાર્યકર્તાઓની લાગણીને માનઃ બેઠકમાં કોઈનું નામ લીધા વિના ભાજપને AIADMKની નીતિઓનું ટીકાકાર અને સ્વર્ગસ્થ મુખ્યપ્રધાન જયલલિતાને બદનામ કરનાર જણાવ્યું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈથી AIADMK નારાજ હોવાનું સામે આવ્યું હતું. અન્નામલાઈની અન્નાદુરઈ વિષયક ટિપ્પણીઓથી બંને પક્ષોના સંબંધમાં તિરાડ પડી ગઈ હતી. આ બેઠકમાં AIADMKના વરિષ્ઠ પદાધિકારીઓ, જિલ્લા સચિવો, ધારાસભ્યો અને સાંસદોએ ભાગ લીધો હતો. મુનુસામીએ જણાવ્યું કે અમારા 2 કરોડ કાર્યકર્તાઓની લાગણી અને અપેક્ષાઓને માન આપીને અમે આ નિર્ણય કર્યો છે.