ગુજરાત

gujarat

By

Published : Jun 20, 2023, 8:29 AM IST

ETV Bharat / bharat

Jagannath rathyatra hidden story: જ્યારે પ્રેમમાં ભગવાન પણ રડી પડ્યા, શું છે જગન્નાથની મોટી આંખોની વાર્તા

Story of Jagannath big eyes: ભગવાન જગન્નાથની રથયાત્રા પાછળ ધણા રહસ્યો સાથે ઘણી દંતકથા પણ જોડાયેલી છે, ત્યારે આવી જ એક વાર્તા અમે તમારી સમક્ષ લાવી રહ્યા છે. રાધા કૃષ્ણના પ્રેમ પર પ્રશ્નાર્થ ઉદભવતા પોતે ભગવાન પણ રડી પડ્યા હતા અને પોતાના ભાઈ-બહેનને વાર્તા કહેવા લાગ્યા..

AHMEDABAD JAGANNATH RATH YATRA 2023 PURI WHEN EVEN GOD CRIED IN LOVE WHAT IS THE STORY OF JAGANNATH BIG EYES
AHMEDABAD JAGANNATH RATH YATRA 2023 PURI WHEN EVEN GOD CRIED IN LOVE WHAT IS THE STORY OF JAGANNATH BIG EYES

ન્યુઝ ડેસ્ક:જગતના નાથ એવા ભગવાન જગન્નાથની કૃષ્ણ તરીકેની ઓળખ જાણે આંછી થતી હોય એવી પ્રતિભાની ઓળખ કરાવે છે, જો કે આ પાછળ ધણી એવી વાર્તા છે જે ધણા ઓછા લોકોને કાને પડી હશે. આવી જ એક વાર્તા ભગવાન જગન્નાથની મોટી આંખોની પાછળના કારણમાં છુપાયેલી છે.

જગન્નાથની મોટી આંખોની વાર્તા

જગન્નાથની મોટી આંખોની વાર્તા:આમ તો જગન્નાથ પુરીમા પ્રખ્યાત દંતકથા પ્રમાણે ભગવાનને ઇન્દ્રધુમ્ર રાજાનુ સ્વપ્ન અને મૂર્તિનું સર્જનની વાર્તા ખુબ જ લોકપ્રિય છે, પણ જોવા જઈએ તો એક વાર્તા આ પણ છે, જે એટલી લોકપ્રિય નથી પણ વાંચકનું ધ્યાન ખેંચી લે એમ છે. આ દંતકથા ભગવાન જગન્નાથને કૃષ્ણના પ્રેમ સ્વરુપ સાથે સાક્ષાત્કાર કરાવશે, જેને એક ચોક્કસ નામ તરીકે પણ ઓળખવામાં આવે છે, રુક્ષમણીએ લીધી રાધાની પરિક્ષા.

રુક્ષમણીએ લીધી રાધાની પરિક્ષા

રુક્ષમણીએ લીધી રાધાની પરિક્ષા: એક સમયે જ્યારે રુક્ષમણી કૃષ્ણને ગરમ દુધ આપી દે છે, એ પીને તેમના મોઢામાં "હે રાધે" આવી જાય છે, જો કે આ સાંભળતા જ રુક્ષમણીને ઈર્ષ્યા જન્મે છે અને રાધાજીની પરિક્ષા (Rukshmani taking radha exam) લેવાનું વિચારે છે. આ માટે તેઓ એક દાસને મોકલે છે, જે ત્યાં જઈને રાધાજીનો તાગ મેળવે છે, રાધાજી પોતાના સયનકક્ષમાં હોય છૂપી રીતે દાસ ત્યા જઇને રાધાજીના પગ ઉપર ગરમ પાણી રેડે છે અને રુક્ષમણીના કહ્યા પ્રમાણે ઘટનાનું અવલોકન કરતો પાછો આવી જાય છે.

રથયાત્રાની શરુઆત

રાધાજીના દર્શન: રુક્ષમણીના કહ્યા પ્રમાણે જ દાસ જ્યારે પોછો આવે છે તો તેની પોસેથી રુક્ષમણી આખી વાત સાંભળે છે. વાત સાંભળતા જ રુક્ષમણીને ધક્કો લાગે છે, કારણ કે દાસના કહેવા પ્રમાણે રાધાજીના પગ પર પાણી રેડવાથી કોઈ ખાસ ફરક પડતો નથી અને રાધાજી તો શાંતિથી સુતા જ રહે છે. જો કો રુક્ષમણીને શંકા જતા તુરંત દોડીને કૃષ્ણના કક્ષમાં જાય છે. કૃષ્ણના કક્ષમાં પહોચતા જ રુક્ષમણીનું હૈયુ ધબકારો ચૂકી જાય છે અને જોયુ તો કૃષ્ણના પગ પર ગરમ પાણીના સોળ ઉપસી આવે છે. જેથી આ માટે તેમને રાધાજીના દર્શન કરવાની ઈચ્છા થઈ આવે છે.

રુક્ષમણીને પસ્તાવો: રુક્ષમણીને આ ઘટનાથી ખુબ જ દુખ થાય છે અને પસ્તાવો થતા પહેલા રાધાજીને મળવા જાય છે. રાધાજીને મળવા જાય છે તો જૂએ છે કે તેમને પગ પર નહી પણ આખા શરીરે સોળ ઉપસી આવે છે, જેની પુચ્છા કરતા રાધાજી કહે છે કે, મારા પગ પર ગરમ પાણી નાખતા પ્રભુને વેદના થઈ. મારા પ્રભુને તો તમે ગરમ દુધ આપતા તેમનુ હૈયુ બાળી નાખ્યુ અને એમના હૌયામાં તો હું વસુ છું. માટે જ મારા શરીર પર તેમની વેદના દેખાય છે અને આ જાણીને રુક્ષમણીને વધુ પસ્તાવો થઈ આવે છે.

ભગવાન રડી પડ્યા

ભગવાન રડી પડ્યા: રુક્ષમણીને પસ્તાવો થતા રાધાજીની માફી માંગી કૃષ્ણ પાસે પોતાની આપવીતી વર્ણવે છે, જેથી કૃષ્ણને પણ આઘાત લાગે છે. કૃષ્ણ આ સાંભળતાની સાથે જ રડી પડે છે. કૃષ્ણ પોતાના રાધા સાથેના પ્રેમ (Radha krishna love story) પર થયેલી શંકા અને વિરહની વેદના મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રાને જણાવે છે. જેથી ત્રણે ભાઈ બહેન રડવા લાગે છે અને ત્રણેની આંખો રડી રડીને સોજી જાય છે. આ સમયે ત્રણે ભાઈ-બહેન માત્ર વેદનાનું વિચારે છે જેથી તેમના હાથ પગ નાના અને મષ્તક મોતુ સ્વરુપ ધારણ કરે છે.

રથયાત્રાની શરુઆત

રથયાત્રાની શરુઆત: આ વાત સાંભળી કોઈક સલાહ આપે છે કે ભગવાને આ વેદના લોકોને જણાવવી જોઈએ જ્યારે પ્રેમમાં ભગવાન પણ રડી પડ્યા (When even God cried in love ). ત્રણે ભાઈ-બહેન દુનિયામાં દાખલો બેસાડવા નગરચર્યા પર નીકળે છે અને લોકોને સમજાવે છે કે પ્રેમમાં પોતે ભગવાને પણ વેદના વેઠવી પડી તો આપણે તો સામાન્યા મનુષ્ય છે. જો કે આ વાર્તા પ્રમાણે આજ કારણથી પ્રેમમાં ભગવાનની સોજેલી આંખો અને બીમારીના દર્શન કરાવવા દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા (Jagannath rathyatra 2023) કાઢવામાં આવે છે. પુરીમાં શરુ થયેલી આ યાત્રા સમયા સાથે સમગ્ર ભારતવર્ષની ઓળખ બની ગઈ. ગુજરાતમાં આ યાત્રા ભગવાનની બીમાર આંખે પાટા બાંધી નેત્રોત્સવના સ્વરુપમાં પણ ઉજવાય છે.

  1. Sand art of Ratha Yatra: દરિયાકિનારે રેતીમાં 250થી બનાવી જગન્નાથ રથયાત્રાની ઝાંખી
  2. Ahmedabad Rathyatra 2023: વહેલી સવારથી ભક્તો પહોંચ્યા જગન્નાથ મંદિર

ABOUT THE AUTHOR

...view details