અમદાવાદ : ગોધરાકાંડ પછીના રમખાણો અંગે નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપવાના મુદ્દે ઝાકિયા ઝાફરીની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આ મામલે પૂર્વ એડિશનલ ડીજીપી આરબી શ્રીકુમારને પણ સમન્સ જારી કરવામાં આવ્યા છે. હાલ તેઓ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં પહોંચ્યા છે. તે જ સમયે, ગુજરાતની ટીમ મુંબઈના જુહુમાં એનજીઓના મેનેજર તિસ્તા શેતલવાડના ઘરે પહોંચી છે.
સરકાર સામે કર્યા હતા આક્ષેપો - આર.બી. શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ દ્વારા તત્કાલીન મુખ્યપ્રધાન વિરૂદ્ધ એક એવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. 27 ફેબ્રુઆરી 2002ના રોજ રાત્રે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને વહીવટી અને પોલીસ તંત્રની બેઠક યોજી હતી. બહુમતી કોમનો ગુસ્સો કે લાગણી લઘુમતી કોમ ઉપર ઠાલવવા માટે પ્રયત્ન કરવામાં આવે. ત્યારે કોઈપણ પ્રકારના સખત પગલા ન ભરવા તેમજ ગુસ્સો ઠાલવવા દેવો, તે સમયે ભટ્ટે સરકાર તેમજ ઉચ્ચ અધિકારી સાથે વ્યક્તિગત વાંધાઓના કારણે બેઠક અંગે મુખ્યપ્રધાન તેમજ સરકાર સામે ખોટા આક્ષેપ કર્યા હતા.
આ પ્રકારના પૂરાવા મળી આવ્યા - 27 ફેબ્રુઆરી 2002નો જે ફેક્સ પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યો છે. તે પણ બનાવટી હોવાનું કમિશનના તારણમાં સ્પષ્ટ ગયું છે. જે બાદ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે વધુ એક પૂર્વ આઇપીએસ આર.બી શ્રીનિવાસને પણ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમન્સ પાઠવી બોલાવવામાં આવ્યા છે. હાલ તેઓનો સંપૂર્ણ રીતે જવાબ લેવામાં આવી રહ્યો છે. જવાબના અંતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા બેઠક કર્યા બાદ પૂર્વ IPS આર.બી શ્રીનિવાસની પણ ધરપકડ થાય તેવી પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે.
આર.બી. શ્રીકુમાર રાજ્યના ભૂતપૂર્વ પોલીસ વડા હતા - 1971ની બેચના IPS અધિકારી આર.બી. શ્રીકુમાર રાજ્યના ભૂતપૂર્વ પોલીસ વડા છે. તેઓએ ગુજરાત રમખાણોના કેસમાં નવ સોગંદનામા દાખલ કર્યા હતા. 2002માં રાજ્યમાં ગુપ્તચર શાખાના તેઓ વડા હતા, જ્યારે રાજ્યમાં ગોધરા કાંડની ઘટનાઓ બની હતી. તેઓએ નરેન્દ્ર મોદી પર ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાનો ફોન ટેપ કરવાનો આદેશ આપ્યો હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. આર. બી. શ્રીકુમારે ગુજરાત હાઈકોર્ટમાં એક પીલ દાખલ કરીને નાણાવટી કમિશનનો રિપોર્ટ જાહેર કરવાની માંગ કરી હતી.
વિધાનસભામાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો - નાણાવટી-મહેતા પંચના રિપોર્ટનો પહેલો ભાગ 25 સપ્ટેમ્બર, 2009ના રોજ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. જેના પર શ્રીકુમારે સવાલો કરતા કહ્યું હતું કે, નિયમને આધારે કોઈ પણ કમિશનનો રિપોર્ટ 6 મહિનાની અંદર વિધાનસભામાં ઍક્શન ટેકન રિપોર્ટની સાથે રજૂ કરવાનો હોય છે, પરંતુ સરકારે બહું મોંડુ કર્યું છે. શ્રીકુમારનો આરોપ હતો કે, પીડિતોને કમિશનથી ઘણી આશાઓ હતી, પરંતુ લોકોને કંઈ જ મળ્યું નથી. નાણાંવટી કમિશન સમક્ષ આર. બી. શ્રીકુમારે એક સોગંદનામુ રજૂ કર્યું હતું. એ વખતે શ્રીકુમાર ઇન્ટેલિજન્સ બ્યૂરોના ચીફ તરીકે ફરજ બજાવતા હતા અને ત્યારે તેમણે તોફાનોને લગતી માહિતી વિશે સરકારને જાણ કરી હતી.જ્યારે રાહુલ શર્માએ મોટો પુરાવા તરીકે ફોન-કોલ્સની સીડી રજૂ કરી છે.
સંજીવ ભટ્ટે હાલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે - સંજીવ ભટ્ટ ગુજરાત પોલીસના અધિકારી હતા. જેઓ તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સામે આરોપ મૂકીને વિવાદમાં રહ્યા છે. ગુજરાત કેડરના પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટ હાલ જામનગરમાં એક કસ્ટોડિયલ ડેથના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. 2002ના હુલ્લડની તપાસ કરવા માટે નીમવામાં આવેલી જસ્ટિસ નાણાવટી તથા જસ્ટિસ મહેતા કમિશન સમક્ષ સંજીવ ભટ્ટે ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી તથા અન્ય ઉચ્ચ અધિકારીઓની સામે જુબાની આપી હતી. IITમાંથી અભ્યાસ કરી ચૂકેલા સંજીવ ભટ્ટ 1988માં પોલીસ સેવામાં જોડાયા હતા, તેઓ ગુજરાત કૅડરના આઈપીએસ હતા. એક સમયે નરેન્દ્ર મોદીના 'ગુડમેન' અધિકારી તરીકે ઓળખાતા સંજીવે 2002ના રમખાણો બાબતે નરેન્દ્ર મોદી પર આરોપ મૂક્યા હતાં.
મોદી પર કર્યા હતા આ આક્ષેપો - 2011માં સંજીવ ભટ્ટે એક એફિડેવિટમાં કહ્યું હતું કે, ગોધરાકાંડ બાદ 27 ફેબ્રુઆરી, 2002માં પોતાના ઘરે પોલીસ અધિકારીઓની એક બેઠક મળી હતી. જેમાં કથિત રીતે મોદીએ કહ્યું હતું કે, હિંદુઓને આક્રોશ ઠાલવવાની તક આપવી જોઈએ. જોકે, મોદી સરકારે કહ્યું હતું કે, સંજીવ ભટ્ટ આ બેઠકમાં હાજર જ નહોતા અને જેના કોઈ સાક્ષી કે, પુરાવા પણ નથી. સતત નરેન્દ્ર મોદી વિરુદ્ધ તેમની ટિપ્પણીઓને લઈને ચર્ચામાં રહ્યા હતાં. આમ, સસ્પેન્ડેડ IPS અધિકારી સંજીવ ભટ્ટે પણ કમિશન સમક્ષ ઍફિડેવિટ કરીને નરેન્દ્ર મોદીને તોફાનો માટે જવાબદાર ઠેરવ્યા હતા. જ્યારે આર.બી. શ્રીકુમારે નાણાંવટી કમિશાન પર સવાલો કર્યા હતા.