અમદાવાદઃકોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણીને અમદાવાદ કોર્ટે 6 મહિનાની કેદની સજા (jignesh mevani six months jail) ફટકારી છે. 2016માં ગુજરાત યુનિવર્સિટીનું નામ બદલવાના મુદ્દે તોડફોડ કરવામાં આવી હતી. તોડફોડના કેસમાં જીગ્નેશ મેવાણી દોષિત ઠર્યા છે અને કોર્ટે મેવાણીને સજા ફટકારી છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિત કુલ 20 આરોપીઓને સજા ફટકારવામાં આવી છે.
અમદાવાદ કોર્ટે જીગ્નેશ મેવાણી અને અન્ય 19ને 6 મહિના જેલની સજા ફટકારી - Ahmedabad university case
અમદાવાદની મેટ્રો કોર્ટે દલિત નેતા અને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને અન્ય 19ને 6 મહિનાની જેલની સજા ફટકારી છે. આ ચુકાદો ગુજરાત યુનિવર્સિટીમાં કાયદા વિભાગની ઇમારતને ડૉ.બી.આર. આંબેડકરના નામ પર રાખવા બદલ વિરોધ કરવા માટે નોંધાયેલા કેસના સંદર્ભમાં છે. jignesh mevani six months jail
20 આરોપીઓને સજા:અમદાવાદની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે યુનિવર્સિટી (Ahmedabad university case) કેમ્પસમાં તોડફોડના કેસમાં કુલ 20 લોકોને દોષિત ઠેરવ્યા છે. જેમાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, સુબોધ પરમાર, રાકેશ મહેરિયા સહિત 20 આરોપીઓનો સમાવેશ થાય છે. જોકે, એક આરોપીનું મોત થયું છે. કોર્ટે તેને 6 મહિના સજા ઉપરાંત દંડ ફટકાર્યો હતો.
આંબેડકરનું નામ રાખવા મુદ્દે:વર્ષ 2016માં ડો.બાબાસાહેબ આંબેડકરનું નામ રાખવા મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો અને તે કેસમાં તોડફોડ કરવામાં આવી હતી. આ સમગ્ર કેસમાં કોર્ટે આજે સજા સંભળાવી છે. મળતી માહિતી મુજબ આ સમગ્ર મામલામાં કોર્ટે ત્રણ અલગ-અલગ કેસમાં સજાની જાહેરાત કરી છે. આ ત્રણમાંથી એક કેસમાં 6 મહિનાની કેદ, બીજા કેસમાં 500 રૂપિયા અને ત્રીજા કેસમાં 100 રૂપિયાની સજા ફટકારવામાં આવી છે.