- આગ્રામાં થયો ગોઝારો અકસ્માત
- મૃતકોના પરિવારજનો પાસે નથી મૃતદેહ લઈ જવાના પૈસા
- આગ્રા વહીવટી તંત્ર પાસે કરી મદદની માગ
આગ્રા: NH-2 મંડિ કમિટીમાં બુધવારે સવારે થયેલા ભયાનક માર્ગ અકસ્માતે દરેકને હચમચાવી દીધા છે. આંખના પલકારામાં જ 9 લોકો મૃત્યુ પામ્યા હતા અને 3 ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે એસ.એન.હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ટ્રક અને સ્કોર્પિયો વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે લોકોએ તેનો અવાજ અડધો કિલોમીટર સુધી સાંભળ્યો હતો. બિહારના ગયાથી રોજગારની શોધ કરતા યુવાનોને શું ખબર હતી કે આ તેમની અંતિમ યાત્રા હશે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ભયાનક માર્ગ અકસ્માત, 15ના મોત, 6 ઘાયલ
મૃતકોના પરિવારજનો શોકમગ્ન
આ ભયાનક અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવનારા 9 લોકોમાંથી માત્ર એક જ મૃતકના પરિવાર આગ્રા પહોંચ્યો છે. બાકીના 8 લોકોના પરિવાર તો એટલા ગરીબ છે કે તેમની પાસે આગ્રા આવવાના પૈસા પણ નથી.
આ પણ વાંચો: તમિલનાડુઃ ફુલ સ્પીડે આવતા ટ્રકે 15 વાહનોને મારી ટક્કર, પાંચ લોકોના મોત
એકબીજાના મિત્રો હતા મૃતકો