નવી દિલ્હીઃ આર્મીએ આ વિવાદ સંદર્ભે વિસ્તૃત ખુલાસો આપ્યો છે. આ ખુલાસામાં અગ્નિવીર અમૃતપાલની અંતિમક્રિયામાં શા માટે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું નથી તેનું કારણ જણાવાયું છે. અમૃતપાલે પોતાની જાતે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. આર્મીએ કહ્યું છે કે નીતિ અનુસાર જાતે ઘાયલ થઈને મૃત્યુ પામનારને આ પ્રકારનું ઓનર આપવામાં આવતું નથી.
અગ્નિવીર અમૃતપાલે કરી હતી આત્મહત્યાઃ આર્મીઓ પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું છે કે, 11 ઓક્ટોબર 2023ના રોજ અગ્નિવીર અમૃતપાલ સિંઘનું કમનસીબ મૃત્યુ થયું હતું. અમૃતપાલ સિંઘના મૃત્યુને લઈ કોઈ ગેરસમજણ થઈ છે. ભારતીય સેના પોતાના સૈનિકોમાં અગ્નીવીર યોજના પહેલા કે પછી જોડાયા હોય તેવો કોઈ ભેદભાવ કરતી નથી. અમૃતપાલ સિંઘ અગ્નિવીજ યોજના હેઠળ ભરતી થયો હોવાથી તેની અંતિમક્રિયામાં ગાર્ડ ઓફ ઓનર ન અપાયું તેવો આર્મી પર ખોટો આરોપ લગાડાઈ રહ્યો છે. શનિવારે આર્મીના હેડક્વાર્ટર વ્હાઈટ નાઈટ કોર્પે જણાવ્યું કે રજોરી સેક્ટરમાં અમૃતપાલ સંત્રીની ફરજ બજાવી રહ્યો હતો ત્યારે બંદુકથી જાતે ઘાયલ થયો હતો. રવિવારે આર્મીએ જે નિવેદન આપ્યું તેમાં અમૃતપાલ સિંઘના અપમૃત્યુને લઈને ગેરસમજણ અને ખોટું અર્થઘટન થયું હોવાનું નિવેદન આપ્યું હતું.
આર્મીનો ખુલાસોઃ આર્મીએ ખુલાસામાં જણાવ્યું છે કે અગ્નિવીર અમૃતપાલે કરેલી આત્મહત્યાથી તેના પરિવાર અને આર્મીને ન પૂરાય તેવી ખોટ પડી છે. આર્મી એસ્કોર્ટ સાથે મૃતકને તેના વતનમાં પહોંચાડવામાં આવ્યો હતો. આર્મી વધુમાં જણાવે છે કે, ભારતીય સેના પોતાના સૈનિકોમાં અગ્નીવીર યોજના પહેલા કે પછી જોડાયા હોય તેવો કોઈ ભેદભાવ કરતી નથી. જાતે પહોંચાડેલ ઈજા અથવા આત્મહત્યામાં મૃત્યુ પામેલા જવાનોના પરિવારો પ્રત્યે આર્મી સંપૂર્ણ સંવેદના અને પોતાનું આશ્વાસન પૂરુ પાડે છે. 1967માં આર્મી ઓર્ડર મુજબ કેટલાક કેસમાં મિલિટરી ફ્યુનરલનો સમાવેશ કરવામાં આવતો નથી. ત્યારથી લઈને અત્યાર સુધી આ નીતિનું કડક પાલન કરવામાં આવ્યું છે.
આર્મીની પોલિસી અને પ્રોટોકોલ્સઃ 2001થી અંદાજીત 100થી 140 સૈનિકો જાતે ઘાયલ થયા હોય અથવા આત્મહત્યા કરી હોય અને મૃત્યુ પામ્યા હોય તેવા કિસ્સા બન્યા છે. આ કિસ્સાઓમાં આર્મીએ મિલિટરી ફ્યુનરલ આપ્યું નથી. આ કિસ્સામાં આર્થિક રાહત પૂરી પાડવામાં મહત્વ આપવામાં આવે છે તેમજ આવા કિસ્સાને અપમૃત્યુ પરિવારની સાથે આર્મીને પણ ન પૂરી શકાય તેવી ખોટ ગણાય છે. આર્મી આ દુઃખદાયક ક્ષણમાં પરિવારની સાથે છે. આર્મ તેની પોલિસી અને પ્રોટોકોલના અનુશાસન માટે જાણીતી છે. ભારતીય આર્મી સમાજના દરેક વર્ગને આ પોલિસી અને પ્રોટોકોલના ચુસ્ત પાલનમાં સહયોગની વિનંતી કરે છે.
- Agniveers Passing Out Parade: ખુશી પઠાનિયા શ્રેષ્ઠ મહિલા અગ્નિવીર, પ્રથમ બેચ પાસિંગ આઉટ પરેડ માટે તૈયાર
- Agniveers Passing Out Parade: INS ચિલ્કા ખાતે આજે અગ્નિવીરોની પ્રથમ બેચની પાસિંગ આઉટ પરેડ