ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાહુલ ગાંધીને યુવાનોની ચિંતા : 'અગ્નિપથ' યોજનાને લઇને વડાપ્રધાનને કહી આ ખાસ વાત...

દાયકાઓ જૂની સંરક્ષણ ભરતી પ્રક્રિયામાં(Defense recruitment process) ધરમૂળથી ફેરફાર કરીને, સરકારે મંગળવારે ત્રણેય સેવાઓમાં સૈનિકોની ભરતી(Recruitment of soldiers) માટે 'અગ્નિપથ' યોજનાની(Agneepath Yojana) જાહેરાત કરી હતી. જે હેઠળ સૈનિકોની ચાર વર્ષના ટૂંકા ગાળા માટે કરાર આધારિત ભરતી કરવામાં આવશે.

રાહુલ ગાંધીને યુવાનોની ચિંતા
રાહુલ ગાંધીને યુવાનોની ચિંતા

By

Published : Jun 16, 2022, 7:13 PM IST

નવી દિલ્હી : કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે આર્મી, નેવી અને એરફોર્સમાં સૈનિકોની ભરતી માટે કેન્દ્રની નવી 'અગ્નિપથ' યોજના અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં કહ્યું કે(Rahul Gandhi opposes agnipath), તેમણે બેરોજગાર યુવાનોનો અવાજ સાંભળવો જોઈએ. તેમણે સંયમની 'અગ્નિ પરીક્ષણ' ન લેવી જોઈએ.

આ પણ વાંચો - રોહતકમાં યુવકે ફાંસી લગાવી, 7 રાજ્યોમાં વિરોધની જ્વાળા યુવાનોએ બનાવ્યો અગ્નિપથ

વડાપ્રધન પર રાહુલનો વાર - રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, 'કોઈ રેન્ક નહીં, પેન્શન નહીં, 2 વર્ષ સુધી સીધી ભરતી નહીં, 4 વર્ષ પછી સ્થિર ભવિષ્ય નહીં, સેના માટે સરકારનું સન્માન નહીં. દેશના બેરોજગાર યુવાનોનો અવાજ સાંભળો, તેમને 'અગ્નિપથ' પર ચલાવીને તેમના સંયમની 'અગ્નિ પરીક્ષા' ન લો, વડાપ્રધાન.'

આ પણ વાંચો -બિહારના બક્સરમાં અગ્નિપથ યોજનાનો વિરોધ, ઉમેદવારોએ રેલવે ટ્રેનમાં લગાવી આગ

યુવાનો માટે રાહુલને ચિંતા - નોંધનીય છે કે, સરકારે મંગળવારે ત્રણેય સેવાઓમાં સૈનિકોની ભરતી માટે 'અગ્નિપથ' યોજનાની જાહેરાત કરી હતી. જેણે દાયકાઓ જૂની સંરક્ષણ ભરતી પ્રક્રિયામાં ધરમૂળથી ફેરફાર કર્યો હતો. જેના હેઠળ સૈનિકોની કોન્ટ્રાક્ટના ધોરણે ભરતી કરવામાં આવશે. આ યોજના હેઠળ આ વર્ષે ત્રણેય સેવાઓમાં લગભગ 46,000 સૈનિકોની ભરતી કરવામાં આવશે. પસંદગી માટેની લાયકાતની ઉંમર સાડા 17 વર્ષથી 21 વર્ષની વચ્ચે હશે અને તેને 'અગ્નવીર' તરીકે નામ આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details