વારાણસી:કેન્દ્ર સરકારે અગ્નિપથ યોજના જાહેર (Agnipath Scheme Protest in UP) કરતા દેશના અનેક રાજ્યમાં હિંસક વિરોધ પ્રદર્શન થયું હતું. જેમાં સૌથી વધારે નુકસાન રેલવે વિભાગને (Number of Train cancelled Agnipath issue) થયું હતું. યુવાનોનો રોષ જ્વાળમુખીની જેમ ફાટી રહ્યો છે. જેને લઈને ઉત્તર પ્રદેશના (Trains Set on fire by UP Youth) કેટલાક જિલ્લાઓમાં યુવાનોએ ટ્રેનને આગચંપી કરી દીધી હતી. આ ઘટનાને ધ્યાને લઈને કેટલીય ટ્રેનના રૂટ રદ્દ કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને પૂર્વોત્તરની ઘણી બધી ટ્રેન રદ્દ કરી દેવામાં આવી છે. આ યાદીમાં એ ટ્રેનનો પણ સમાવેશ થાય છે. જે દક્ષિણ ભારતમાંથી થઈને પસાર થતી હતી.
આફતમાં પણ કાશીવાસીઓએ પુણ્યનું ભાથુ બાંધ્યુ, ભાવિકોને ફ્રી ભોજન આ પણ વાંચો:Modi in Karnataka : વડાપ્રધાનના કાર્યક્રમમાં અગ્નિપથ વિરોધ વચ્ચે પોલીસ હાઈ એલર્ટ પર
ફ્રીમાં ભોજન: દક્ષિણ ભારતમાંથી કાશી વિશ્વનાથમાં દર્શન કરવા માટે આવેલા દક્ષિણ ભારતના ભાવિકો માટે ફ્રીમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાશી વિશ્વનાથ મંદિરે દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકો આવે છે. ટ્રેન રદ્દ થવાને કારણે દક્ષિણ ભારતમાંથી આવતા ભાવિકો વારાણસીમાં ફસાઈ ગયા હતા. આ સ્થિતિને ધ્યાને લઈને કાશી વિશ્વનાથ મંદિરે ફ્રીમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
બે ટાઈમનું ભોજન: 12 જ્યોર્તિલિંગ પૈકી એક કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરવા માટે દેશના જુદા જુદા રાજ્યમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. જેમાં સૌથી વધારે સંખ્યા દક્ષિણ ભારતમાંથી આવતા ભાવિકોની હોય છે. ટ્રેન રદ્દ થવાને કારણે ભાવિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કાશી વિશ્વનાથ મંદિર અન્નક્ષેત્ર ગોદૌલિયામાં દક્ષિણ ભારતમાંથી આવેલા ભાવિકોને ભોજન કરાવાયું હતું. જે ભાવિકોની ટ્રેન રદ્દ થઈ હતી અથવા મોડી રવાના થવાની હતી એમના માટે બપોરે અને સાંજે એમ બન્ને ટાઈમ ભોજનની વ્યવસ્થા કરાઈ હતી.
આફતમાં પણ કાશીવાસીઓએ પુણ્યનું ભાથુ બાંધ્યુ, ભાવિકોને ફ્રી ભોજન આ પણ વાંચો:Hijab Row : ફરી હિજાબ મામલો ગૂંજ્યો, વિદ્યાર્થીનીઓએ કોલેજમાંથી ટ્રાન્સફર સર્ટિફિકેટ માંગ્યું
ખાસ અન્નક્ષેત્ર ખોલાયું:રવિવારે કાશી વિશ્વનાથ મંદિર અન્નક્ષેત્રમાં પ્રસાદની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં આવેલા ભાવિકોએ આ પ્રસાદ લીધો હતો. કાર્યપાલક અધિકારી સુનિલકુમાર વર્માએ કહ્યું હતું કે, ટ્રેન રદ્દ થવાને કારણે ઘણા ભાવિકો અહીં રોકાઈ ગયા હતા. દક્ષિણ ભારત નહીં જુદા જુદા રાજ્યના ભાવિકો અહીં ફસાયા છે. અહીં શ્રદ્ધાળુઓની સુવિધા માટે સાંજે ખાસ અન્નક્ષેત્ર ખોલવામાં આવ્યું હતું. બાબા કાશી વિશ્વનાથ અને માતા અન્નપૂર્ણાની કૃપાથી અહીં કોઈ ભાવિક ભૂખ્યો સૂતો નથી. આવા ભાવિકો માટે તંત્રએ એક નંબર પણ જાહેર કરી દીધો છે.