કોલકાતા: કોલકાતાના તિલજાલામાં એક શખ્સે તેની પાડોશીની સાત વર્ષની પુત્રીની હત્યા કરી હતી. એક તાંત્રિકે બાળકીનું બલિદાન આપવાની સલાહ આપ્યા બાદ તેને સંતાન પ્રાપ્તિની ઈચ્છાએ આ ખેલ રચ્યો હતો.
સાત વર્ષની પુત્રીની હત્યા: આલોક કુમાર તરીકે ઓળખાતા વ્યક્તિએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેણે કાળા જાદુના પ્રભાવ હેઠળ તેના પાડોશીની સાત વર્ષની પુત્રીની હત્યા કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આલોકની પત્નીને ત્રણ કસુવાવડ થઈ હતી. જેના કારણે તેણે તાંત્રિકની સલાહ લીધી હતી. આરોપીએ તાંત્રિકની સૂચના મુજબ બાળકીની હત્યા કર્યાની કબૂલાત કરી છે.
પાડોશીની બેગમાંથી મળ્યો મૃતદેહ: મૃતક બાળકી રવિવારે સવારે કચરો નાખવા માટે બહાર ગયા બાદ ગુમ થઈ હોવાની જાણ થઈ હતી. જ્યારે 12 કલાક પછી પણ બાળકી ન આવી. ત્યારે તેના પરિવારજનોએ તિલજાલા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને જાણ કરી કે તેઓએ છોકરીને પાડોશીના ઘરે જતી જોઈ છે. જો કે, પોલીસે તે સમયે કથિત રીતે કોઈ તપાસ શરૂ કરી ન હતી. બાદમાં પોલીસને પાડોશીના ફ્લેટમાંથી એક બેગ મળી હતી. જે ખોલવા પર મૃત છોકરીનો મૃતદેહ બહાર આવ્યો હતો.
આ પણ વાંચો:Ahmedabad Suicide: દારૂના વ્યસની ડોક્ટર પતિના ત્રાસથી પત્નીનો આપઘાત
સ્થાનિક લોકોમાં રોષ: તિલજલા પોલીસે આલોક કુમારની ધરપકડ કરીને આ મામલે તપાસ શરૂ કરી છે. દરમિયાન ઘટનાને પગલે દક્ષિણ કોલકાતાના તિલજાલાના કેટલાક વિસ્તારોમાં દિવસભર વિરોધ ફાટી નીકળ્યો હતો. સ્થાનિક લોકોએ રોડ બ્લોક કરી દીધો હતો અને બપોરે રેલવેના સિયાલદહ દક્ષિણ વિભાગને ખોરવ્યો હતો. તેઓએ વાહનોમાં તોડફોડ કરી અને ટાયર સળગાવી દીધા. મૃતક બાળકીને ન્યાય અપાવવાની માંગ સાથે વિરોધીઓએ તિલજાલા પોલીસ સ્ટેશનની સામે પ્રદર્શન પણ શરૂ કર્યું હતું.
આ પણ વાંચો:Bhojpur Crime: બે પક્ષો વચ્ચેની લડાઈમાં ફાયરિંગ થતાં 8 વર્ષની બાળકીની હત્યા
ત્રણ લોકોની ધરપકડ: પોલીસે બાદમાં કાયદો અને વ્યવસ્થાને ખોરવવા બદલ ત્રણ લોકોની ધરપકડ કરી હતી. સ્થાનિક લોકોએ ફરિયાદ કરી હતી કે જ્યારે તેઓ તિલજાલા પોલીસ સ્ટેશનમાં અપહરણનો કેસ દાખલ કરવા ગયા હતા. ત્યારે પોલીસે શરૂઆતમાં તેમની ફરિયાદને ગંભીરતાથી લેવાનો ઇનકાર કર્યો હતો. પોલીસને વારંવાર જાણ કરવા છતાં પણ આ મામલે કોઈ તપાસ હાથ ધરવામાં આવી ન હોવાનો આક્ષેપ કર્યો હતો. પોલીસે સંબંધિત ફ્લેટની મુલાકાત પણ લીધી ન હતી. જેનો રહેવાસીઓએ ઉલ્લેખ કર્યો હતો.