- કેન્દ્રિય પ્રધાન નારાયણ રાણેની (Union Minister Narayan Rane) ધરપકડ બાદ ભાજપ અને શિવસેના સામસામે
- ભાજપે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે (Chief Minister Uddhav Thackeray), તેમના પત્ની રશ્મિ ઠાકરે સામે નોંધાવી ફરિયાદ
- ભાજપે યુવા સેના પ્રમુખ વરૂણ સરદેસાઈ સામે પણ નાસિક પોલીસમાં નોંધાવી ફરિયાદ
નાસિકઃ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સામે કથિત અપમાનજનક ટિપ્પણી કરવાના આરોપમાં કેન્દ્રિય પ્રધાન નારાયણ રાણેની ધરપકડના એક દિવસ પછી ભાજપે ઉદ્ધવ ઠાકરે, તેમના પત્ની અને સામાના ન્યૂઝપેપરના સંપાદક રશ્મિ ઠાકરે તેમ જ યુવા સેના પ્રમુખ વરૂણ સરદેસાઈ સામે નાસિક પોલીસમાં (Nasik Police) અલગ અલગ આધાર પર ત્રણ ફરિયાદ નોંધાવી છે. આ સાથે જ FIR નોંધવાની પણ માગ કરી છે. પોલીસે પુષ્ટિ કરી છે કે, ભાજપે ત્રણ ફરિયાદી પત્ર દિવસમાં નાસિક શહેર સાઈબર પોલીસ સ્ટેશનમાં (Cyber Police Station) આપ્યા છે. નાસિક ભાજપના અધ્યક્ષ તરફથી ત્રણ લોકોએ નાસિકમાં ફરિયાય નોંધાવી છે.
આ પણ વાંચો-શિવસેના પર વરસ્યા રાણે, કહ્યું - તમારાથી ડરતો નથી, સરકારે કહ્યું - દંડાત્મક કાર્યવાહી નહીં કરીએ
ફરિયાદ નંબર એક
પહેલી ફરિયાદ ઋષિકેશ જયંતે ઉદ્ધવ ઠાકરે અને વરૂણ સરદેસાઈ સામે નોંધાવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, બુધવારે સરદેસાઈએ કથિત રીતે ગેરકાયદેસર રીતે રાણેના મુુંબઈમાં આવેલા આવાસની સામે પ્રદર્શન કર્યું, જેના પછી મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે (Chief Minister Uddhav Thackeray)એ તેમને પોતાના સત્તાવાર આવાસ વર્ષા પર સન્માનિત કર્યા હતા. આનાથી ખોટો સંદેશ ગયો અને કાયદા-વ્યવસ્થાની પણ સમસ્યા ઉભી થઈ હતી.
આ ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે, ઘટનાનો વીડિયો વિવિધ ચેનલ્સ અને સોશિયલ મીડિયા પર પ્રસારિત થયો છે. આમાં આરોપ લગાવ્યો હતો કે, સરદેસાઈએ વર્ષાની સામે ભડકાઉ ભાષણ આપ્યું, જેને ફેસબુક પર પ્રસારિત કરાયું હતું. આ માટે બંને સામે ભારતીય દંડ સંહિતાની ધારા 153 એ, 107, 212 અને સાઈબર ક્રાઈમ કાયદાની ધારાઓ અંતર્ગત પ્રાથમિકી નોંધવી જોઈએ.