ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હવે ઉત્તરાખંડનો અવકાશી નજારો માણી શકશે સહેલાણીઓ, ભારતની પ્રથમ જાયરોકૉપ્ટર સફારીની ટ્રાયલ સફળ - ઉત્તરાખંડ પ્રવાસન વિભાગ

ઉત્તરાખંડમાં સાહસિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસમાં વધુ એક નવું પરિમાણ ઉમેરાયું છે, જેના સાહસિક પ્રવાસનને પાંખો મળે તેવી અપેક્ષા છે. વાસ્તવમાં હવે પ્રવાસીઓ હવે જાયરોકૉપ્ટર દ્વારા ઉત્તરાખંડમાં હિમાલયના મનમોહક નજારાને નિહાળી અને માણી શકશે, ગાયરોકોપ્ટરની ટ્રાયલ થઈ ગઈ છે. આ જાયરોકોપ્ટર એર સફારી ભારતમાં પ્રથમ વખત કરવામાં આવી રહી છે.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Dec 18, 2023, 3:12 PM IST

Updated : Dec 18, 2023, 3:35 PM IST

ઉત્તરાખંડમાં ભારતની પ્રથમ જાયરોકૉપ્ટર સફારીની સફળ ટ્રાયલ

દેહરાદૂન (ઉત્તરાખંડ): ઉત્તરાખંડ એક સુંદર પહાડી રાજ્ય છે. અહીંની ઘાટીઓ દેશ અને દુનિયાના પ્રવાસીઓને ખુબ આકર્ષે છે. આ જ કારણ છે કે અહીંના સુંદર નજારાને જોવા માટે પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે. ખાસ કરીને બરફની ચાદરથી ઢંકાયેલ હિમાલયને નજીકથી નિહાળવો તો ખાસ હોય જ છે, પરંતુ હિમાલયના દર્શન આપ જાયરોકૉપ્ટર દ્વારા આકાશ માંથી કરો તો તે અનુભવ આપ જીવનમાં ક્યારેય નહીં ભૂલી શકો. હવે જાયરોકૉપ્ટર દ્વારા સહેલાણીઓ એર સફારી કરી શકશે જેની ટ્રાઈલ પણ થઈ ચુકી છે.

જાયરોકૉપ્ટર એક સફારીની ટ્રાયલ: ઉત્તરાખંડના હરિદ્વારમાં ભારતની પ્રથમ જાયરોકૉપ્ટર એક સફારીની ટ્રાયલ થઈ ચુકી છે. ઉત્તરાખંડ પર્યટન વિકાસ પરિષદ અને સરકારનો દાવો છે કે, જાયરોકૉપ્ટરની શરૂઆત ભારતમાં પ્રથમ વખત કરવામાં આવી રહી છે, જેના માધ્યમતી હિમાલયના દર્શન કરાવવામાં આવશે. તેનાથી સાહસિક પર્યટનને વેગ મળશે. મહત્વપૂર્ણ છે કે, ગત 3 ઓક્ટોબર 2022માં ઉત્તરાખંડમાં હેલીકોપ્ટરથી હિમાલય દર્શન સેવા યોજના શરૂ કરવામાં આવી હતી. જેનો શુભારંભ મસૂરીના જૉર્ડ એવરેસ્ટથી પર્યટન મંત્રી સતપાલ મહારાજે કર્યુ હતું. તેનો હેતુ પર્યટકોને હેલીકોપ્ટર દ્વારા હિમાલયના ઉંચા-ઉંચા શિકરો અને મનમોહક નજારાના દીદાર કરાવવાના હતાં.

ભારતમાં પ્રથમ વખત કરવામાં આવી રહી જાયરોકોપ્ટર એર સફારી

જર્મનીથી ખરીદાયું છે જાયરોકોપ્ટર: શ્રેણીમાં હવે જાયરોકોપ્ટર દ્વારા હિમાલય અવકાશી દર્શન કરાવવાની યોજના છે. જેની ટ્રાયલ ગત 16મી ડિસેમ્બરે હરિદ્વારમાં કરવામાં આવી હતી, જે સફળ પણ રહી હતી. ઉત્તરાખંડ પર્યટન વિભાગના જણાવ્યા અનુસાર, હિમાલયન એર સફારી ટૂંક સમયમાં જ જાયરોકોપ્ટર દ્વારા શરૂ કરવામાં આવશે. જાયરોકૉપ્ટરના સંચાલનને લઈને નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલયથી મંજુરી મળી ગઈ છે. અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ આ જાયરોકોપ્ટર જર્મનીથી લાવવામાં આવ્યું છે. આવનારા સમયમાં તેઓ પ્રવાસીઓને ઉત્તરાખંડના અસ્પૃશ્ય સ્થળોની હવાઈ પ્રવાસ કરાવશે.

હરિદ્વારમાં જાયોકોપ્ટરના ટ્રાયલ દરમિયાન ડીએમ ધીરજ સિંહ ગર્બ્યાલે પોતે ઉડાન ભરી હતી. ઉત્તરાખંડ પ્રવાસન વિકાસ બોર્ડના અપર મુખ્ય કાર્યકારી અધિકારી કર્નલ અશ્વિની પુંડિરનું કહેવું છે કે 'હિમાલયી એર સફારી'ની ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ જાયરોકોપ્ટર જર્મની પાસેથી ખરીદવામાં આવ્યું છે. જાયરોકોપ્ટરનું સંચાલન કરનારા પાઇલોટ્સે જર્મન પાઇલટ્સ પાસેથી તાલીમ લીધી છે. જાયરોકોપ્ટર માટે ખાસ એરસ્ટ્રીપ્સ વિકસાવવાની યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે. જો બધું બરાબર રહેશે તો એડવેન્ચર ટુરિઝમની દૃષ્ટિએ તે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.

  1. પ્રધાનમંત્રીની પ્રતિજ્ઞા: વારણસીથી દેશની જનતાને પીએમ મોદીએ લેવાડાવ્યાં 9 સંક્લપો
  2. મનને સ્વસ્થ રાખવું હોય તો સોશિયલ મીડિયાથી દૂર રહો, જાણો શું કહે છેવૈજ્ઞાનિકો...
Last Updated : Dec 18, 2023, 3:35 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details