બેંગાલુરૂઃ ચંદ્રયાન-3ની ભવ્ય સફળતા બાદ ઈસરો હવે સૂર્યના અભ્યાસ માટેના મિશનની તૈયારીમાં લાગી ગયું છે. સોલર મિશનનું લોન્ચિંગ અઠવાડિયા બાદ 2 સપ્ટેમ્બરના રોજ થશે. સોલર મિશનના યાનનું નામ આદિત્ય-અલ 1 રાખવામાં આવ્યું છે. જે પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિમી દૂર એવા સૌર પવનોનું અવલોકન કરશે.
આદિત્ય-એલ 1માં 7 પેલોડ હશેઃ ભારત તરફથી ઈસરો દ્વારા કરવામાં આવતું આ પ્રથમ સૂર્યને લગતું મિશન છે. આદિત્ય-એલ 1 મિશન એ સૂર્યનું અવલોકન સૂર્યની એલ-1 ભ્રમણ કક્ષામાંથી કરશે. આ મિશનના સ્પેસશિપમાં 7 પેલોડ હશે. આ પેલોડ ફોટોસ્ફીયર, ક્રોમોસ્ફીયર અને સૂર્યની સૌથી બહારની ભ્રમણકક્ષાનું અવલોકન કરશે.
બેંગાલુરુ અને પૂણેમાં પેલોડ તૈયાર થયાઃ ઈસરો તરફથી અધિકૃત માહિતીમાં સૂર્યના અવલોકન કરતા મિશન આદિત્ય-એલ 1ની વિગતો રજૂ કરાઈ છે. પેલોડના વિઝિબલ એમિશન લાઈન કોરોનાગ્રાફના ડેવલોપમેન્ટમાં બેંગાલુરૂની ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સનું મહત્વનું યોગદાન છે. મિશનના સોલર અલ્ટ્રાવાયોલેટ ઈમેજર પેલોડને ઈન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ, પુણે દ્રારા તૈયાર કરવામાં આવ્યું છે.
ઉપગ્રહ બે અઠવાડિયા પહેલા લોન્ચ સાઈટ પર મોકલાયોઃ આદિત્ય-એલ 1ના એક્સ રે પેલોડ અને યુવી પેલોડ સૂર્યના ક્રોમોસ્ફીયરનું અવલોકન કરશે. સૂર્યની એલ-1 ઓર્બિટની પાસે રહેલી હેલો ઓર્બિટના મેગ્નેટિક ફિલ્ડ અને ચાર્જડ્ પાર્ટિકલની માહિતી આદિત્ય-એલ 1ના પાર્ટિકલ ડીટેક્ટર અને મેગ્નેટોમીટર પેલોડ પૂરા પાડશે. ભારતના ઉપગ્રહ પ્રક્ષેપણ સ્થાન આંધ્રપ્રદેશ શ્રી હરિકોટાના યુ આર રાવ સેટેલાઈટ સેન્ટર ખાતે બે અઠવાડિયા પહેલા ઉપગ્રહને રવાના કરી દેવાયો છે. આદિત્ય-એલ 1 મિશન સપ્ટેમ્બર 2ના રોજ શરૂ કરવામાં આવશે.
હેલો ઓર્બિટમાં આદિત્ય-એલ 1 સેટ કરાશેઃ સોલાર સિસ્ટમમાં સૂર્યની એલ-1 ઓર્બિટની આસપાર હેલો ઓર્બિટમાં આ સ્પેશશિપને સેટ કરવામાં આવશે. ઈસરો જણાવે છે કે આ સ્થાનેથી સૂર્યનું અવલોકન વિના વિઘ્ને કરી શકાશે. આ મિશનને લીધે આપણે અવકાશમાં થતી સોલર એક્ટિવિટીઝનું તે જ સમયે અવલોકન કરી શકીશું.
પેલોડની કામગીરીઃ આદિત્ય-એલ 1ના સાતમાંથી 4 પેલોડ સૂર્યનું સીધુ અવલોકન કરશે અને 3 પેલોડ સીતુના પાર્ટીકલ્સનું અવલોકન કરશે. જેના પરિણામે આપણે સોલર ડાયનેમિક્સની પ્રોપેગેટોરી ઈફેક્ટનો અભ્યાસ કરી શકીશું. આદિત્ય એલ 1ને કારણે આપણે કોરોનલ હીટીંગ, કોરોનલ માસ ઈજેક્શન, પ્રીફલેર અને વિવિધ ફ્લેર એક્ટિવિટીઝને સમજી શકીશું.
મિશનના મહત્વના વૈજ્ઞાનિક હેતુઃ એટમોસ્ફીયરિક ડાયનેમિક્સમાં સૂર્ય, ક્રોમોસ્ફીયર અને કોરોનલ હીટીંગ, આયોનાઈઝ્ડ પ્લાઝમાના ફિઝિક્સ, સીતુ સ્થિતિમાં પાર્ટિકલ્સનો અભ્યાસ કરવો એ આ મિશનના મુખ્ય હેતુ છે. આ ઉપરાંત સૂર્યના પાર્ટિકલ ડાયનેમિક્સના અભ્યાસ માટે પ્લાઝમા એનવાયરોમેન્ટનો ડેટા એકત્ર કરવો તે છે. સૂર્યના કોરોના અને હીટીંગ મીકેનિઝમનું પણ અવલોકન કરવામાં આવશે. કોરોનલ લૂપ્સ પ્લાઝમાનો પણ અભ્યાસ કરવામાં આવશે. આદિત્ય-એલ 1ને સૂર્યના ક્રોમોસ્ફીયર અને કોરોના જેવા એટમોસ્ફીયરના અભ્યાસ માટે ટયૂન કરવામાં આવશે. (પીટીઆઈ)
- Chandrayaan-3 News: વડાપ્રધાને ચંદ્રયાન-3 મિશનના મહિલા વૈજ્ઞાનિકોના યોગદાનની પ્રશંસા કરી
- National Space Day: 23 ઓગસ્ટને 'નેશનલ સ્પેસ ડે' તરીકે ઉજવાશે, પીએમ મોદીએ કરી જાહેરાત