નવી દિલ્હી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi Korona Positive) કોવિડ સંક્રમિત થયા છે. આ પહેલા ગઈકાલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના કોરોના પોઝિટિવ હોવાના સમાચાર આવ્યા હતા. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી લખનૌથી દિલ્હી પરત ફર્યા હતા. 2 દિવસીય નવ સંકલ્પ ચિંતન શિબિર માટે લખનઉ ગયા હતા.
આ પણ વાંચો:રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માદરે વતન, PM મોદી પણ મહામહીમના ગામની લેશે મુલાકાત
પ્રિયંકા ગાંધી ક્વોરન્ટાઈન થઈ : પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું કે, હું કોવિડ સંક્રમિત થઈ ગઈ છું. મારામાં કોરોનાના હળવા લક્ષણો છે. તમામ પ્રોટોકોલનું ધ્યાન રાખીને મેં મારી જાતને ઘરે ક્વોરન્ટાઈન કરી છે.
સોનિયા ગાંધી બુધવારે પોઝિટિવ આવ્યા હતા :પાર્ટીના પ્રવક્તા સુરજેવાલાએ એમ પણ કહ્યું હતું કે, સોનિયા ગાંધી ભૂતકાળમાં જેમને મળ્યા હતા તેમાંથી ઘણા નેતાઓ અને કાર્યકરો પણ કોરોના સંક્રમિત હોવાનું બહાર આવ્યું છે. સુરજેવાલાના જણાવ્યા અનુસાર, સોનિયા ગાંધીને બુધવારે સાંજે હળવો તાવ આવ્યો હતો, ત્યારબાદ તેઓ કોવિડ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતા.
આ પણ વાંચો:લખનઉમાં આજે 'ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની', PM મોદી કરશે ઉદ્ઘાટન
નેશનલ હેરાલ્ડ કેસ : સુરજેવાલાએ કહ્યું હતું કે, સોનિયા ગાંધી ક્વોરન્ટાઈન થયા ગયા છે. સુરજેવાલાએ આશા વ્યક્ત કરી હતી કે, સોનિયા 8 જૂન પહેલા ઠીક થઈ જશે. તે દિવસે સોનિયાએ નેશનલ હેરાલ્ડ કેસ સાથે સંબંધિત પૂછપરછ માટે ED ઓફિસ જવું પડશે.