ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજ ઠાકરેની મુસીબતોમાં વધારો, હવે બીડ કોર્ટે પણ જાહેર કર્યું બિનજામીનપાત્ર વોરંટ - 008ના ભડકાઉ ભાષણ કેસ

MNS વડા રાજ ઠાકરે 2008ના ભડકાઉ ભાષણ કેસમાં સખ્ત થઈ (Raj Thackeray 2008 case ) રહ્યા છે. મહારાષ્ટ્રના બીડ જિલ્લાના પરલીની એક કોર્ટે રાજ ઠાકરે વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું (Maharashtra court on Raj Thackeray ) છે. આ પહેલા સાંગલીની કોર્ટે પણ તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે.

રાજ ઠાકરેની મુસીબતોમાં વધારો, હવે બીડ કોર્ટે પણ જાહેર કર્યું બિનજામીનપાત્ર વોરંટ
રાજ ઠાકરેની મુસીબતોમાં વધારો, હવે બીડ કોર્ટે પણ જાહેર કર્યું બિનજામીનપાત્ર વોરંટ

By

Published : May 7, 2022, 8:01 AM IST

મુંબઈ (મહારાષ્ટ્ર): મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ વિરુદ્ધ વધુ એક બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું (Raj Thackeray 2008 case ) છે. આ વખતે બીડ જિલ્લાની પરલી કોર્ટે સતત અનેક તારીખે કોર્ટમાંથી ગેરહાજર રહેવાના કારણે તેમની વિરુદ્ધ વોરંટ જારી (Maharashtra court on Raj Thackeray) કર્યું છે. કોર્ટે મુંબઈ પોલીસ કમિશનરને રાજ ઠાકરેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાનો (non-bailable warrant against Raj Thackeray ) આદેશ આપ્યો છે. અગાઉ, 3 મેના રોજ, મહારાષ્ટ્રની સાંગલી કોર્ટે MNS વડા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું.

આ પણ વાંચો:કોલકાતામાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો બીજેપી કાર્યકરનો મૃતદેહ, પીડિત પરિવારને મળવા જશે શાહ

વિવાદાસ્પદ ભાષણ: બંને કેસના તાર 2008માં રાજ ઠાકરેના વિવાદાસ્પદ ભાષણ સાથે (Warrant against Raj Thackeray in 2008 case) સંબંધિત છે. 2008 માં, MNS વડાએ નોકરીમાં સ્થાનિક લોકોને મહત્વ આપવાની માંગ સાથે આંદોલન શરૂ કર્યું હતું. MNS કાર્યકર્તાઓએ અન્ય રાજ્યોમાંથી આવેલા ઉમેદવારોને માર માર્યો હતો. આ પછી રાજ ઠાકરેની ધરપકડને લઈને MNS કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા. ત્યારબાદ રાજ ઠાકરે સામે IPCની કલમ 143, 109 અને 117 અને બોમ્બે પોલીસ એક્ટની કલમ 135 હેઠળ કથિત રીતે ભડકાઉ ભાષણો આપવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. 22 ઓક્ટોબર 2008 ના રોજ, MNS કાર્યકરોએ ઠાકરેના સમર્થનમાં પરલીમાં રાજ્ય પરિવહન નિગમની બસો પર પથ્થરમારો કર્યો. આ દરમિયાન MNS કાર્યકર્તાઓએ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા સાથે કર્ફ્યુનું ઉલ્લંઘન કર્યું હતું.

આ પણ વાંચો:Vegetable seller daughter becomes judge: શાકભાજી વેચનારની દીકરી બની સિવિલ જજ, મુશ્કેલીઓમાં પણ હિંમત ન હારી

ભડકાઉ ભાષણ કરવા બદલ કેસ:1 મેના રોજ પણ રાજ ઠાકરે વિરુદ્ધ ઔરંગાબાદ પોલીસે ભડકાઉ ભાષણ કરવા બદલ કેસ નોંધ્યો હતો. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ તાજેતરમાં મસ્જિદોમાં લાઉડસ્પીકરથી અઝાનને લઈને અલ્ટીમેટમ જાહેર કર્યું હતું. ત્યારપછી મહારાષ્ટ્રમાં અજાન અને હનુમાન ચાલીસાનો વિવાદ વધુ ઘેરો બન્યો હતો. શિવસેનાએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપ હવે રાજ ઠાકરેની મદદથી સરકારને અસ્થિર કરી રહી છે અને રાજ્યમાં અશાંતિ ફેલાવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details