- રેપ ગીત ગાનાર ભોગેન્દ્ર બઘેલ દંતેવાડાનો છે
- સોશિયલ મીડિયામાં 10 હજાર લોકોએ તેનું ગીત જોયું
- વાયરલ થઈ રહ્યો છે તે વીડિયો 4 વર્ષ જૂનો
દંતેવાડા: સુકમાના સહદેવ આશ્ચર્યજનક રીતે 'બચપન કા પ્યાર' ગાઈને રાતોરાત સોશિયલ મીડિયા સેન્સેશન બની ગયા. સહદેવ નક્સલ પ્રભાવિત વિસ્તારમાંથી આવે છે અને હવે છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારના બે બાળકોનું રેપ સોંગ (rap song) વાયરલ થયું છે. આ બાળકોનો રેપ સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
શાળામાં અભ્યાસ કરતી વખતે તેણે ગીત આંગણવાડી કેન્દ્રમાં ગાયું હતુ
આ રેપ ગીત ગાનારા ભોગેન્દ્ર બઘેલ દંતેવાડાનો છે અને સોશિયલ મીડિયામાં 10 હજાર લોકોએ તેનું ગીત જોયું છે. લોકો આ ગીત અને ભોગેન્દ્રની પ્રશંસા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ ભોગેન્દ્ર બઘેલએ ETV bharatની ટીમ સાથે વાત કરી છે. ભોગેન્દ્રએ કહ્યું કે તેનો વીડિયો જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તે 4 વર્ષ જૂનો છે. તે સમયે તે 6 વર્ષનો હતો અને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વખતે તેણે તે ગીત શાળાના આંગણવાડી કેન્દ્રમાં ગાયું હતું.