ઉત્તરપ્રદેશ : ઉમેશ પાલની હત્યાના અઢી મહિના બાદ જાણવા મળ્યું છે કે, ઉમેશ પાલની હત્યા પહેલા અતીક અહેમદે તેને ફોન પર ધમકી આપી હતી. ડરવાને બદલે ઉમેશ પાલે ફોન પર અતિક અહેમદ સાથે ઉગ્ર દલીલ કરી હતી અને બાહુબલીના અપશબ્દોનો જવાબ આપ્યો હતો. અતીક, જે હંમેશા ફોન કરીને લોકોને અપશબ્દો અને ધમકીઓ આપતો હતો, તેને વિપરીત જવાબ મળ્યો અને તે નારાજ થઈ ગયો હતો. અતીક અહેમદે ઉમેશ પાલને ગંભીર પરિણામોની ધમકી આપી હતી. આ પછી, 24 ફેબ્રુઆરીએ ઉમેશ પાલ અને તેના બે ગનર્સને બોમ્બ અને ગોળીઓથી માર્યા હતા.
ઉમેશ પાલને ધમકી આપવામાં આવી હતી :સૂત્રોનું માનીએ તો, હત્યા કરતા પહેલા બોમ્બર ગુડ્ડુ મુસ્લિમ ઉમેશ પાલના ઘરે ગયો હતો અને ઉમેશ પાલને આતીક અહેમદ સાથે ફોન પર વાત કરી હતી. અતિકે ઉમેશ પાલને ફોન પર ધમકી આપી હતી જે બાદ ઉમેશ પાલે ઉલટા જવાબ આપ્યા હતા. આ પછી જ તેની હત્યાનું ષડયંત્ર શરૂ થયું હતું. કસ્ટડી રિમાન્ડ દરમિયાન અતીક અહેમદના વકીલ ખાન સુલત હનીફે પોલીસને આ માહિતી આપી હતી. જ્યારે ઉમેશ પાલે આતિક અહેમદ સાથે ફોન પર વાત કરી ત્યારે માફિયાઓની વાત માનવાનો ઇનકાર કર્યો હતો. આ પછી જ અતીક અહેમદના કહેવા પર પુત્ર અસદે શૂટર્સ અને અતીક અશરફે સાથે મળીને સમગ્ર ઘટનાનું કાવતરું ઘડ્યું અને તેને અંજામ આપ્યો હતો.
અતીક અહમદના વકિલે પોલિસ સમક્ષ અનેક રહસ્ય જણાવ્યા ;અતીક અહેમદના સૌથી મહત્વપૂર્ણ વકીલ ખાન સુલત હનીફે 12 કલાકના કસ્ટોડિયલ રિમાન્ડ દરમિયાન પોલીસને ઘણા ચોંકાવનારા રહસ્યો જણાવ્યા હતા. મળતી માહિતી મુજબ, ઉમેશ પાલ અપહરણ કેસનો ચુકાદો આવે તે પહેલા અતીક અહેમદે ઉમેશને ફોન કરીને કેસ પાછો ખેંચી લેવા અથવા જુબાનીથી દૂર રહેવા અથવા સમાધાન કરવા દબાણ કર્યું હતું. તેણે તેનું પાલન ન કરવા બદલ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, પરંતુ ઉમેશ પાલ પાછળ હટ્યા ન હતા. આ પછી અતીક અહેમદે તેના સૌથી મહત્વપૂર્ણ બોમ્બર ગુડ્ડુ મુસ્લિમને ઉમેશ પાલના ઘરે મોકલ્યો હતો. ગુડ્ડુએ અતીકને તેના મોબાઈલ દ્વારા ઉમેશ પાલ સાથે વાત કરાવી હતી. અતીકની આ છેલ્લી ધમકી પછી પણ જ્યારે ઉમેશ પાલ ગભરાયો નહીં અને ઉલટો જવાબ આપ્યો હતો. જે બાદ અતીકના કહેવા પર અસદ અને અશરફે શૂટરોને ભેગા કર્યા અને હત્યાનું સમગ્ર પ્લાનિંગ કર્યું હતું.