નવી દિલ્હીઃ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં, સોમવારે સીબીઆઈ દ્વારા નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાની (Delhi Deputy Chief Minister Manish Sisodia) લગભગ 9 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. બહાર નીકળ્યા બાદ સિસોદિયાએ મીડિયાને સંબોધન કર્યું. તેમણે ભાજપ પર તેમને ખોટી રીતે ફસાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે, આમ આદમી પાર્ટી છોડીને મુખ્યપ્રધાન બનવાની ઓફર આવી હતી.તેમણે કહ્યું કે, આખો મામલો નકલી છે.
મને AAP છોડવાનું કહેવામાં આવ્યું, મુખ્યપ્રધાન બનાવવાની ઓફરઃ મનીષ સિસોદિયા - Delhi Deputy Chief Minister Manish Sisodia
CBI દ્વારા દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન, મનીષ સિસોદિયાની (Delhi Deputy Chief Minister Manish Sisodia) લગભગ 9 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. પહેલા તો તે પત્રકારો સાથે વાત કર્યા વગર જ નીકળી ગયા હતા. જ્યારે તે ફરી પાછા ફર્યા ત્યારે માત્ર 3 મિનિટમાં જ પોતાની વાત પૂરી કરીને ચાલ્યા ગયા હતા. તેમણે દાવો કર્યો હતો કે, સીબીઆઈ ઓફિસમાં મુખ્યપ્રધાન બનાવવાની ઓફર કરવામાં આવી હતી. ઊપરાંત AAP છોડવાનું કહેવામાં આવ્યું હતું.
તમે આમ આદમી પાર્ટી નહીં છોડો તોઃ હું 9 કલાક સીબીઆઈ ઓફિસમાં રહ્યો અને મને ખબર પડી કે, તેઓએ મારી વિરુદ્ધ કેવી રીતે કાવતરું ઘડ્યું. તે જે 10 હજાર કરોડનું કૌભાંડ કહી રહ્યા છે તે કંઈ જ નથી. ઓપરેશન લોટસને સફળ બનાવવા માટે સીબીઆઈ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. એક્સાઈઝ પર અધિકારીઓ સાથે ચર્ચા થઈ હતી, પરંતુ તેમની તરફથી મને આમ આદમી પાર્ટી છોડવાનું કહેવામાં આવ્યું હતું. ત્યાં કહેવામાં આવ્યું હતું કે, જો તમે આમ આદમી પાર્ટી નહીં છોડો તો તમારી સામે આવા જ કેસ ચાલુ રહેશે.
આમ આદમી પાર્ટી છોડી દોઃસીબીઆઈ ઓફિસમાં બાજુમાં કહેવામાં આવ્યું હતું કે, સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ કોઈ કેસ નથી, પરંતુ તેઓ જેલમાં બંધ છે. તમે પણ આમ જ જેલમાં જ રહેશો. તમે આમ આદમી પાર્ટી છોડી દો, હું તમને મુખ્યપ્રધાન બનાવીશ. પણ હું ભ્રષ્ટ પાર્ટી ભાજપમાં નહીં જોડાઉં. હું લોકોના હિતમાં કામ કરતો રહીશ. કામવાળીની છોકરી દિલ્હીમાં ડોક્ટર બની. હું આવી જ રીતે બાળકોના શિક્ષણ માટે કામ કરતો રહીશ. મને સામાન્ય લોકો માટે કામ કરવું ગમે છે.