- છત્તીસગઢ કોંગ્રેસના 15 ધારાસભ્યો અચાનક દિલ્હી જતા રાજકીય પરિવર્તન
- દિલ્હી પહોંચ્યા બાદ તમામ ધારાસભ્યો ખાનગી હોટલમાં રોકાયા
- તમામ ધારાસભ્યો છત્તીસગઢ કોંગ્રેસના પ્રભારી પીએલ પુનિયાને મળશે
રાયપુર, છત્તીસગઢ :રાજ્યમાં રાજકીય ગરમાવો (Political Temperature in Chhattisgarh) ફરી વધ્યો છે. કોંગ્રેસ સરકારના 15 થી વધુ ધારાસભ્યો દિલ્હી જવા રવાના થયા છે. દિલ્હી પહોંચ્યા બાદ તમામ ધારાસભ્યો ખાનગી હોટલમાં રોકાયા છે. સત્તા પરિવર્તન અને પરિવર્તનની અટકળો વચ્ચે કહેવામાં આવી રહ્યું છે કે, આ ધારાસભ્યો છત્તીસગઢ કોંગ્રેસના પ્રભારી પીએલ પુનિયા(Chhattisgarh Congress in-charge PL Punia)ને મળી શકે છે.
છત્તીસગઢના રાજકીય ખળભળાટની વાતો
ટીએસ સિંહદેવને મીડિયાએ દિલ્હી જઈ રહેલા ધારાસભ્યોને સવાલ કર્યો ત્યારે, તેમણે કહ્યું કે દરેકને ખબર છે કે છત્તીસગઢમાં શેનો ગરમાવો અને શું ચર્ચા છે. મીડિયામાં બધું આવી ગયું છે. સિંહદેવે (TS Singhdev) એમ પણ કહ્યું હતું કે, ધારાસભ્યના દિલ્હી જવાના કારણે છત્તીસગઢના રાજકીય ખળભળાટની વાતો સામે આવી છે, પરિવર્તનની વાતો ચાલી રહી છે, પરંતુ તે થશે કે નહીં તે જોવાનું રહેશે.
છત્તીસગઢમાં રાજકીય ઉથલપાથલ
જ્યારે સિંહદેવ (TS Singhdev) ને તેમના દિલ્હી જવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે, તેમણે આવી કોઈ શક્યતા નકારી કાઢી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસમાં ખુલ્લું મંચ છે, આ લોકશાહી છે. કોંગ્રેસ હાઇકમાન્ડ દરેકને તક આપે છે. કહેવામાં આવી રહ્યું છે કે, કુલ 13થી 15 ધારાસભ્યો દિલ્હી ગયા છે. હવે જોવાનું રહેશે કે પંજાબ બાદ છત્તીસગઢમાં રાજકીય ઉથલપાથલ થઈ શકે છે કે નહીં.