ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉશ્કેરણીજનક નિવેદનના કેસમાં નૂપુર બાદ ઓવૈસી અને યતિ નરસિમ્હાનંદ વિરુદ્ધ કેસ દાખલ - Special Cell Of Delhi Police

ઉશ્કેરણીજનક નિવેદન (Provocative Statement) કેસમાં નુપુર શર્મા બાદ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી અને સ્વામી યતિ નરસિમ્હાનંદ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

ઉશ્કેરણીજનક નિવેદનના કેસમાં નૂપુર બાદ ઓવૈસી અને યતિ નરસિમ્હાનંદ વિરુદ્ધ કેસ દાખલ
ઉશ્કેરણીજનક નિવેદનના કેસમાં નૂપુર બાદ ઓવૈસી અને યતિ નરસિમ્હાનંદ વિરુદ્ધ કેસ દાખલ

By

Published : Jun 9, 2022, 6:09 PM IST

નવી દિલ્હીઃ ભૂતકાળમાં ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર 2 અલગ-અલગ સમુદાયો માટે વાંધાજનક પોસ્ટ કરી છે. આ ઉપરાંત વાંધાજનક ટિપ્પણી (Provocative Statement) પણ કરવામાં આવી હતી. આ સંદર્ભે સ્પેશિયલ સેલે બંને પક્ષના લોકો વિરુદ્ધ FIR નોંધી છે. FIRમાં સસ્પેન્ડ કરાયેલા બીજેપી નેતા નુપુર શર્મા, AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી અને સ્વામી યતિ નરસિમ્હાનંદ સહિત કુલ 9 લોકોના નામ સામેલ છે.

આ પણ વાંચો:સાંગલી કોર્ટે રાજ ઠાકરે વિરુદ્ધ બીજી વખત બિનજામીનપાત્ર વોરંટ કર્યું જારી

લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ : મળતી માહિતી મુજબ, ભૂતકાળમાં કેટલાક લોકો દ્વારા એકબીજા સમુદાય વિશે વાંધાજનક ટ્વિટ કરવામાં આવી હતી. આ સિવાય સોશિયલ મીડિયા પર વાંધાજનક વાતો પણ લખવામાં આવી હતી. આવા અનેક મામલાઓને ધ્યાને લઈને સ્પેશિયલ સેલે બુધવારે નવ લોકો વિરુદ્ધ FIR નોંધી છે. આ FIRમાં ભાજપમાંથી હાંકી કાઢવામાં આવેલા નેતા નવીન કુમાર જિંદાલ, લેખક સબા નકવી, હિન્દુ મહાસભામાંથી પૂજા શકુન પાંડે, રાજસ્થાનના મૌલાના મુફ્તી નદીમ અને પીસ પાર્ટીના પ્રવક્તા શાદાબ ચૌહાણના નામ સામેલ છે. તેમની પર લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે.

આ પણ વાંચો:સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસમાં શાર્પ શૂટર કેશવની થઈ ધરપકડ

નુપુર શર્માને દિલ્હી પોલીસ દ્વારા સુરક્ષા આપવામાં આવી :સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા કેટલાક લોકો વિરુદ્ધ બીજી FIR કરવામાં આવી છે. જેમાં ભાજપમાંથી બહાર કરાયેલી નેતા નુપુર શર્માને પણ આરોપી બનાવવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, થોડા દિવસો પહેલા નુપુર શર્માની ફરિયાદ પર સ્પેશિયલ સેલે સ્પેશિયલ સેલમાં FIR પણ નોંધી હતી. આ સિવાય નુપુરને મળી રહેલી ધમકીઓને કારણે તેને દિલ્હી પોલીસ દ્વારા સુરક્ષા પણ આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details