નવી દિલ્હી:મહારાષ્ટ્રની શ્રદ્ધા વોકરની હત્યા (Murder of Shraddha Walker of Maharashtra) પછી મૃતદેહના ટુકડા કરીને જંગલમાં ફેંકી દેનાર તેના લિવ-ઈન પાર્ટનર આફતાબ અમીન પૂનાવાલાની વાસ્તવિકતા એક પછી એક સામે આવી રહી છે. આ હત્યા કેસમાં વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. શ્રદ્ધાની હત્યા કર્યા પછી જ્યારે તેના શરીરના ટુકડા કરી ફ્રિજમાં રાખ્યા હતા ત્યારે આફતાબ બીજી છોકરીને ડેટ કરતો હતો.
બીજી યુવતીના સંપર્કમાં હતો: દિલ્હી પોલીસના સૂત્રોનું કહેવું છે કે, ડેટિંગ એપ દ્વારા આફતાબ અન્ય યુવતીના સંપર્કમાં આવ્યો હતો. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આફતાબ ક્યારથી બીજી યુવતીના સંપર્કમાં હતો. આફતાબ લાંબા સમયથી શ્રદ્ધાની હત્યા કરવાની યોજના ઘડી રહ્યો હતો. આફતાબે વેબ સિરીઝ અને ક્રાઈમ શો તેમજ ઈન્ટરનેટ પરથીએ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે, હત્યા કર્યા બાદ પોલીસથી કેવી રીતે બચી શકાય. પરંતુ આફતાબ જાણતો ન હતો કે ગુનો કર્યા બાદ પોલીસથી છટકી જવું અશક્ય છે.
ઈન્ટરનેટ પરથી મેળવી માહિતી:હત્યા કરતા પહેલા આફતાબે ઈન્ટરનેટથી સંબંધિત માહિતી સર્ચ (Shraddha murder mystery) કરી હતી. શરીરના કપાયેલા અંગોને લાંબા સમય સુધી ઘરમાં કેવી રીતે સંગ્રહિત કરવા, લોહી કેવી રીતે સાફ કરવું વગેરે. આફતાબે આ બધી માહિતી ઇન્ટરનેટ પર સર્ચ કરી. પોલીસે તેનો મોબાઈલ, કોમ્પ્યુટર વગેરે જપ્ત કરી ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યું હતું. દક્ષિણ જિલ્લાના એડિશનલ ડીસીપી અંકિત ચૌહાણના જણાવ્યા અનુસાર, પોલીસનું ધ્યાન સર્ચ અને રિકવરી પર છે. ડીજીટલ પુરાવાને લીંક કરીને મામલાના તળિયે પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
પાંચ મહિના પછી ધરપકડ: આફતાબ તેની લિવ-ઈન પાર્ટનર (Love Jihad case) શ્રદ્ધા (26)ને મળવા મુંબઈથી 1,500 કિલોમીટર દૂર દિલ્હીના મહેરૌલી વિસ્તારમાં આવ્યો હતો. આટલું જ નહીં, આરોપીઓએ મૃતદેહના ઘણા ટુકડા કરી દીધા અને મૃતદેહને દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં ફેંકી દીધો. હવે દિલ્હી પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલીને આરોપી આફતાબ અમીન પૂનાવાલાની ધરપકડ કરી છે.
ફ્રિજમાં સંગ્રહ કરવામાં આવી હતી મૃતદેહ: પોલીસ હવે આફતાબ મારફતે શ્રદ્ધાના શરીરના તે ટુકડાઓ શોધી રહી છે, જેને આરોપીએ ફ્રિજમાં સ્ટોર કર્યા હતા. હત્યા કર્યા બાદ તેને અલગ-અલગ જગ્યાએ ફેંકી દેવામાં આવ્યા હતા. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આરોપી દરરોજ રાત્રે 2 વાગે તે ટુકડાઓ ફેંકવા માટે ફ્લેટમાંથી નીકળી જતા હતા. તે ટુકડાઓ ફ્રીજમાં રાખવા માટે તેણે 300 લિટરનું ફ્રિજ ખરીદ્યું હતું.