ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Priyanka Gandhi બહરાઈચમાં ખેડૂત પરિવારને મળી પાછાં આવી પ્રદેશ પદાધિકારીઓ સાથે રણનીતિ ઘડશે

કોંગ્રેસના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને યુપી પ્રભારી પ્રિયંકા ગાંધીનો (Priyanka Gandhi) કાફલો ગત રાત્રે લખીમપુરમાં ખેડૂત પરિવારોને મળ્યા બાદ આજે સવારે લખનઉ પહોંચ્યો હતો. અહીંથી રાહુલ ગાંધી દિલ્હી જશે, જ્યારે યુપી પ્રભારી પ્રિયંકા ગાંધી લખનૌથી બહરાઈચના (Bahraich) એક ખેડૂત પરિવારને મળવા જશે.

Priyanka Gandhi બહરાઈચમાં ખેડૂત પરિવારને મળી પાછાં આવી પ્રદેશ પદાધિકારીઓ સાથે રણનીતિ ઘડશે
Priyanka Gandhi બહરાઈચમાં ખેડૂત પરિવારને મળી પાછાં આવી પ્રદેશ પદાધિકારીઓ સાથે રણનીતિ ઘડશે

By

Published : Oct 7, 2021, 3:19 PM IST

  • પ્રિયંકા ગાંધી વાડ્રા અને રાહુલ ગાંધીનું કૌલહાઉસમાં રોકાણ
  • રાહુલ દિલ્હી પરત જશે, પ્રિયંકા બહરાઇચ જશે
  • પાછાં આવી પ્રિયંકા યુપી કોંગ્રેસ પદાધિકારીઓને મળી રણનીતિ ઘડશે

લખનઉઃ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય મહામંત્રી અને યુપી પ્રભારી પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) ગુરુવારે સવારે લખીમપુરથી લખનૌ પરત ફર્યા હતાં. રાહુલ અને પ્રિયંકા ગાંધી કૌલ હાઉસમાં હાજર છે. આપને જણાવીએ કે થોડો આરામ કર્યા બાદ રાહુલ ગાંધી દિલ્હી જવા રવાના થશે જ્યારે પ્રિયંકા ગાંધી એક ખેડૂત પરિવારને મળવા બહરાઈચ (Bahraich) જશે.

પ્રિયંકા ગાંધી વાડ્રાઃ પીડિત પરિવારો નાણાંથી નહીં પણ ન્યાયથી સંતુષ્ટ થશે

મીડિયા સાથે વાત કરતા પ્રિયંકા ગાંધીએ (Priyanka Gandhi) કહ્યું કે ગૃહ રાજ્યપ્રધાન રાજીનામા સુધી સત્યાગ્રહ ચાલુ રહેશે. પ્રિયંકાએ કહ્યું કે પીડિત પરિવારો નાણાંથી નહીં પણ ન્યાયથી સંતુષ્ટ થશે. વધુમાં કહ્યું કે હું બહરાઇચ (Bahraich) પીડિતોના પરિવારોને મળવા જાઉં છું. પીડિતોનો અવાજ ઉઠાવવાની આપણી સૌની નૈતિક જવાબદારી છે. નવરાત્રી છે, મા દુર્ગા સૌનું કલ્યાણ કરે.

સતત 4 દિવસથી સંઘર્ષમાં હતાં પ્રિયંકા

પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) છેલ્લા ચાર દિવસથી ખેડૂત પરિવારોને મળવા માટે સતત સંઘર્ષ કરી રહ્યાં હતાં. આ સંઘર્ષ દરમિયાન તેમને કસ્ટડીમાં પણ લેવામાં આવ્યાં અને ધરપકડ પણ કરવામાં આવી હતી. તેમણે ઉપવાસ પણ કર્યા અને સાવરણીથી કચરો વાળી શ્રમદાન પણ કર્યું. આ પછી પણ પોલીસ તેમને છોડવા તૈયાર નહોતી. પરંતુ જ્યારે દિલ્હીથી રાહુલ ગાંધી તેમને સીતાપુરમાં પ્રિયંકા ગાંધીને મળવા અને લખીમપુરમાં પીડિત ખેડૂત પરિવારોને મળવા માટે આવ્યાં ત્યારે તેમને સાથે લઈ જવાનું નક્કી કર્યું તે બાદ સરકાર અને વહીવટીતંત્રમાં હલચલ મચી હતી.ઉતાવળમાં પ્રિયંકાને મુક્ત કરાયાં અને રાહુલ તથા પ્રિયંકા સીતાપુરમાં મળ્યાં. આ પછી ભાઈબહેન લખીમપુરમાં પીડિત ખેડૂતોના પરિવારોને મળ્યાં હતાં. આ સમયે તેમની સાથે પંજાબના મુખ્યપ્રધાન ચરણજીતસિંહ ચન્ની અને છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ પણ હતાં.

રાતભર સફર કરી કાફલો સવારે લખનઉ પહોંચ્યો

ગત રાત્રિએ ખેડૂત પરિવારોને મળ્યાં બાદ રાહુલ અને પ્રિયંકાનો કાફલો સફર કરીને સવારે લખનઉ પહોંચ્યો હતો. જ્યાંથી રાહુલ પાછાં દિલ્હી જશે અને યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) બહરાઈચના એક ખેડૂત પરિવારને મળવા લખનઉથી નીકળશે. આ પછી પ્રિયંકા પરત આવીને કોંગ્રેસ મુખ્યાલય પર પદાધિકારીઓ સાથે મુલાકાત કરી રણનીતિ નક્કી કરશે.


આ પણ વાંચોઃ Supreme Courtમાં લખીમપુર ખીરી મામલાની થઈ સુનાવણી, ઘટનાનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા કોર્ટનો આદ

આ પણ વાંચોઃ રાહુલ-પ્રિયંકા એ મૃતક ખેડૂતના સંબંધીઓ જોડે કરી મુલાકાત, આજે બહરાઈચ જશે

ABOUT THE AUTHOR

...view details