ગુજરાત

gujarat

ETV Bharat / bharat

માલદીવનો પ્રવાસ પૂર્ણ કરી વિદેશ પ્રધાન એસ.જયશંકર મોરિશસ પહોંચ્યા - એસ જયશંકર

વિદેશ પ્રધાન એસ.જયશંકરે રવિવારે માલદીવનો બે દિવસીય પ્રવાસ પૂર્ણ કર્યો હતો. અહીંથી વિદેશપ્રધાન મોરિશસ પહોંચ્યા હતા, જ્યાં એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

માલદીવનો પ્રવાસ પૂર્ણ કરી વિદેશ પ્રધાન એસ. જયશંકર મોરિશસ પહોંચ્યા
માલદીવનો પ્રવાસ પૂર્ણ કરી વિદેશ પ્રધાન એસ. જયશંકર મોરિશસ પહોંચ્યા

By

Published : Feb 22, 2021, 9:47 AM IST

  • વિદેશ પ્રધાને માલદીવમાં રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ સોલિહ સાથે મુલાકાત કરી હતી
  • ભારતે માલદીવને કોવિડ-19ની એક લાખથી વધારે વેક્સિનના ડોઝ પહોંચાડ્યા
  • વિદેશ પ્રધાને માલદીવમાં રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ સોલિહ સાથે મુલાકાત કરી

પોર્ટ લુઈઃ વિદેશ પ્રધાન રવિવારે મોરિશસ પહોંચ્યા હતા, જ્યાં તેઓ હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ભારતની વ્યૂહાત્મકરૂપથી મહત્ત્વપૂર્ણ પાડોશી દેશના શીર્ષ નેતૃત્વની સાથે વાતચીત કરશે. વિદેશ પ્રધાન એસ. જયશંકર મોરિશસના બે દિવસીય પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ પૃથ્વીરાજસિંહ રૂપૂન અને વડાપ્રધાન પ્રવિંદ જગન્નાથ સાથે મુલાકાત કરશે. વિદેશપ્રધાને ત્યાં પહોંચ્યા બાદ ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે, નમસ્તે-બોનસોઈર મોરિશસ, વિદેશ પ્રધાન એલન ગાનુ ઉષ્માભેર સ્વાગત માટે ધન્યવાદ. સાર્થક યાત્રાની આશા રાખું છું.

માલદીવ અને મોરિશસ બંને હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ભારતના મહત્ત્વપૂર્ણ દરિયાઈ પાડોશી

વિદેશ પ્રધાન મોરિશસના વિદેશ પ્રધાન સહિત અનેક પ્રધાનોને મળશે. પોતાના પ્રવાસ દરમિયાન તેઓ દ્વિપક્ષીય સંબંધોના તમામ પગલાંઓની સમીક્ષા કરશે. વિદેશપ્રધાન પોતાના પ્રવાસના પહેલા તબક્કામાં માલદીવ પહોંચ્યા હતા. માલદીવ અને મોરિશસ બંને હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ભારતના મહત્ત્વપૂર્ણ દરિયાઈ પાડોશી છે. આ પહેલા તેમણે માલદીવમાં રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ સોલિહ સાથે મુલાકાત કરી હતી. અને કોવિડ-19 મહામારી અને ત્યારબાદથી દ્વિપક્ષીય રાષ્ટ્ર વિકાસ ભાગીદારીના ભાગરૂપે ભારતની પૂર્ણ પ્રતિબદ્ધતાને વિદેશ પ્રધાને જણાવ્યું હતું. વિદેશપ્રધાને માલદીવને કોવિડ-19ની એક લાખથી વધારે વેક્સિનના ડોઝ પહોંચાડ્યા છે. રાષ્ટ્રપતિ સોલિહ સાથે વાતચીત કર્યા બાદ વિદેશ પ્રધાન એસ. જયશંકરે ટ્વિટ કર્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે મારી મહેમાનગતિ માટે હું રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ સોલિહ અને વડાપ્રધાનનો આભાર માનું છું.

ABOUT THE AUTHOR

...view details