- અમુલ પછી હવે મધર ડેરી (Mother Dairy)એ પણ દૂધમાં પ્રતિલિટર 2 રૂપિયાનો વધારો કર્યો
- મધર ડેરીએ (Mother Dairy) કરેલો ભાવવધારો 11 જુલાઈથી અમલમાં મુકાશે
- મધર ડેરીએ (Mother Dairy) દૂધના ભાવમાં છેલ્લા ડિસેમ્બર 2019માં સંશોધન કર્યું હતું
નવી દિલ્હીઃ હાલમાં જ દૂધ ઉત્પાદક કંપની અમુલે (AMUL) દૂધના ભાવમાં પ્રતિલિટર 2 રૂપિયાનો વધારો કર્યો હતો. અને હવે મધર ડેરી (Mother Dairy)એ દિલ્હી-NCRમાં દૂધની કિંમતોમાં પ્રતિલિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. આ નવી કિંમત 11 જુલાઈ એટલે કે રવિવારથી અમલમાં આવશે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, નવા ભાવ તમામ પ્રકારના દૂધમાં લાગુ થશે. મધર ડેરીએ દૂધના ભાવમાં છેલ્લા ડિસેમ્બર 2019માં સંશોધન કર્યું હતું.