મુંબઈ: ગાંધીનગર ખાતે શરૂ થનારૂ આ એક્સચેન્જ ભારતમાં (Bullion Bank) સોનાની આયાત માટે મુખ્યપ્રવેશ દ્વાર તરીકે ગણવામાં આવશે. એવું માનવામાં આવે છે કે હવે દેશમાં જે પણ સોનું આયાત કરવામાં આવશે, તે આ એક્સચેન્જ હેઠળ આવશે. ભારતમાં સોનાનો (Gold Price in india) વપરાશ સૌથી વધુ છે. તેથી, આ એક્સચેન્જને એક મહત્વપૂર્ણ પગલું ગણાવવામાં આવી રહ્યું છે. અહીં નક્કી કરાયેલી કિંમતો સોનાની કિંમત નક્કી કરશે, જે આંતરરાષ્ટ્રીય (International Standard for Gold) ધોરણોને અનુરૂપ હશે.
આ પણ વાંચો: વ્યક્તિગત અકસ્માત વીમા પૉલિસીના ફાયદા શું છે? જાણો...
સોનાનું મુલ્યાંકન: એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એક્સચેન્જ પછી સોનાની સાચી કિંમતો નક્કી કરવામાં આવશે. અત્યારે સોનાની વિવિધ રીતે આયાત કરવામાં આવે છે. ભારત સોનાનો સૌથી મોટો આયાતકાર છે. તેનાથી સોનાના વેપારનો મોટો ભાગ દુબઈથી ભારતમાં શિફ્ટ થવાની આશા વ્યક્ત કરાય છે. આવા એક્સચેન્જ લંડન, શાંઘાઈ અને તુર્કીમાં પણ છે. આ એક્સચેન્જ સોનાની દુનિયામાં શું ચાલી રહ્યું છે તેના પર પણ નજર રાખશે. આ ઉપરાંત ભારતમાંથી પણ સોનાની કિંમત નક્કી કરી શકાશે.
સેબીની જવાબદારી વધશે: ગોલ્ડ એક્સચેન્જના આગમન પછી, સોનાનો વેપાર સ્ટોકની જેમ શરૂ થશે. પહેલા આમાં કેટલાક કામ આઉટસોર્સ કરવામાં આવતા હતા, પરંતુ હવે નક્કી કરવામાં આવ્યું છે કે બધું સેબીની દેખરેખમાં થશે. જેમાં સોનાની રસીદ ઈલેક્ટ્રોનિક હશે, જેના દ્વારા ગોલ્ડ એક્સચેન્જ પર ટ્રેડિંગ થશે. એવું માનવામાં આવે છે કે ગોલ્ડ એક્સચેન્જના અસ્તિત્વ સાથે, કિંમત અને ગુણવત્તા અંગે પારદર્શિતા વધશે. એક રિપોર્ટ અનુસાર, ટ્રેડિંગ કંપની પહેલા એક્સચેન્જમાં વોલ્ટમાં સોનું જમા કરાવશે.