- ઉત્તરાખંડ હોનારતના પાંચમા દિવસે આશાનું કિરણ દેખાયું
- ટનલમાંથી જિતેન્દ્ર નામના વ્યક્તિએ ફોન ઊઠાવ્યો
- જિતેન્દ્રની બહેન પાંચ દિવસથી ફોન કરી રહી હતી
દહેરાદૂનઃ ઉત્તરાખંડના જોશીમઠમાં આવેલી હોનારતમાં પોતાના સગાંસંબંધીઓ ઝડપથી મળી જાય તેવી પરિવારજનો ઈચ્છી રહ્યા છે. તમામ પરિવારજન પોતપોતાના સગાંસંબંધીઓની રાહ જોઈ રહ્યા છે. ETV Bharat આજે એવો ખુલાસો કરવા જઈ રહ્યું છે, જેને સાંભળીને આશા જાગશે કે ટનલની અંદર ફસાયેલા લોકો પણ સુરક્ષિત હોઈ શકે છે.
ટનલમાંથી જિતેન્દ્ર નામના વ્યક્તિએ ફોન ઊઠાવ્યો જિતેન્દ્રનો પરિવાર સતત તેનો સંપર્ક કરી રહ્યો હતો
આ સમાચાર પછી હોઈ શકે કે તંત્ર અને તમામ એજન્સીઓ જે ટનલને ખાલી કરાવવામાં લાગી છે. તેઓ પોતાનું કામ વધુ ઝડપથી કામ કરે. ટનલમાં ફસાયેલા એક વ્યક્તિએ પોતાની બહેનને ફોન કરી હેલો કહી જવાબ આપ્યો હતો. ટિહરી ગઢવાલના રહેવાસી જિતેન્દ્ર ધનાઈ 2017થી તપોવન સ્થિત પાવર પ્લાન્ટમાં કામ કરી રહ્યા હતા. જોકે, આ હોનારત પછી તેઓ ટનલમાં ફસાઈ ગયા છે. ત્યારથી પરિવારના સભ્યો સતત તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.
જિતેન્દ્ર પાંચ દિવસથી ટનલમાં ફસાયેલો છેઃ જિતેન્દ્રની બહેન
ETV Bharat સાથે વાતચીત કરતા જિતેન્દ્ર ધનાઈની બહેન સીમાએ જણાવ્યું હતું કે, તેઓ સતત પાંચ દિવસથી તેમના ભાઈનો સંપર્ક કરી રહી છે. પાંચ દિવસ સતત રિંગ જતી હતી, પરંતુ અચાનક જ ફોન ઊઠાવ્યો. હેલો પણ કહ્યું પણ ત્યારબાદ ફોન બંધ થઈ ગયો. ત્યારબાદ જિતેન્દ્રના પરિવારજન ખૂબ જ ચિંતામાં છે. જિતેન્દ્ર છેલ્લા પાંચ દિવસથી ટનલમાં ફસાયેલા છે.
જિતેન્દ્રની બહેન પાંચ દિવસથી ફોન કરતી હતી
તેમણે ETVના બ્યૂરો ચીફ કિરણકાન્ત શર્મા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેઓ સતત પાંચ દિવસથી ફોન કરી રહ્યા હતા અને પાંચેય દિવસ માત્ર રિંગ જતી હતી. આજે છેવટે ફોન ઊઠ્યો અને હેલો પણ કહ્યું, પરંતુ ત્યારબાદ ફોન બંધ થઈ ગયો. સીમા કહે છે કે, અવાજ સાંભળીને તેમને લાગે છે તે તેમનો ભાઈ ટનલની અંદર છે અને તે જીવિત છે. જો જિતેન્દ્રની બહેન કહી રહી છે કે તેમનો ભાઈ જીવિત છે તો હોઈ શકે કે ટનલની અંદર તમામ લોકો જીવિત હશે. જો, ટનલની અંદરથી તમામ લોકો જીવિત નીકળે તો આ તો ભગવાનનો ચમત્કાર જ હશે.