- અફઘાનથી ભારતીયોને લઈને પ્લેન હિન્ડન એરબેઝ પહોંચ્યું
- અફઘાનિસ્તાનના સાંસદ પણ પ્લેનમાં ભારત પહોંચ્યા
- એરબેઝ પર પહોંચીને સાંસદ થયા ભાવુક, કહ્યું - "મને રડવાનું મન થાય છે"
નવી દિલ્હી :અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓએ કબજો જમાવ્યા બાદ, પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. તમામ દેશો તેમના નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં વ્યસ્ત છે. આ દરમિયાન, કાબુલથી ભારત લાવવામાં આવેલા અફઘાન સાંસદ નરિંદર સિંહ ખાલસા હિન્ડન એરબેઝ પર રડી પડ્યા હતા. ભાવુક થયેલા નરીંદરે કહ્યું કે 'મને રડવાનું મન થાય છે... છેલ્લા 20 વર્ષમાં જે પણ બનાવવામાં આવ્યું, તે હવે સમાપ્ત થઈ ગયું છે'.
આ પણ વાંચો:કાબુલ એરપોર્ટમાં ભાગદોડના કારણે 7 અફઘાનીઓના મોત
અફઘાનના સાંસદ ભારત પહોંચી થયા ભાવુક
નરિંદરે કહ્યું કે, એરપોર્ટના તમામ ગેટ પર 5થી 6 હજાર લોકો ઉભા છે, ત્યાં પરિસ્થિતિ ઘણી ખરાબ છે. મને ખબર નથી કે સારો વ્યક્તિ કોણ છે અને ખરાબ વ્યક્તિ કોણ છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમે ત્યાં સાંસદ છો, ત્યારે તે રડી પડ્યા હતા. નરિંદર સિંહે કહ્યું કે, ત્યાં બધું જ સમાપ્ત થઈ ગયું છે. તેમનું કહેવું છે કે, 200 શીખ-હિન્દુ ભાઈઓ હજુ પણ ત્યાં ફસાયેલા છે, ત્યાં કોઈ ભરોસો નથી.
આ પણ વાંચો:કાબુલ એરપોર્ટની દિવાલ પાર કરનાર અને વાયરલ થયેલી તસ્વીરના બાળકનું પાછળથી શું થયું...
168 લોકોને કાબુલમાંથી બહાર કઢાયા
એક સપ્તાહ પહેલા તાલિબાને કાબુલ પર કબજો જમાવ્યા બાદ અફઘાનિસ્તાનની રાજધાનીમાં કથળી રહેલી સુરક્ષા પરિસ્થિતિ વચ્ચે ભારતીય વાયુસેના (IAF) ના લશ્કરી પરિવહન વિમાને રવિવારે 107 ભારતીયો સહિત 168 લોકોને કાબુલમાંથી બહાર કાઢ્યા હતા. આ દરમિયાન, અમેરિકા અને નાટોના વિમાનો દ્વારા છેલ્લા કેટલાક દિવસોમાં કાબુલથી દોહા લઈ જવામાં આવેલા 135 લોકોનું જૂથ પણ ભારત પહોંચ્યું હતું. રવિવારે ભારત પહોંચેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.