ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અફઘાનિસ્તાન માટે વરસાદ બન્યો વિલન, વર્લ્ડ કપમાંથી બહાર થનારી પ્રથમ ટીમ - T20 World Cup 2022

T20 વર્લ્ડ કપ 2022માં સેમી ફાઈનલનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. અફઘાનિસ્તાનની ટીમ ગ્રુપ 1માંથી વર્લ્ડ કપમાંથી બહાર (Afghanistan team out of the World Cup) થઈ ગઈ છે. મંગળવારે શ્રીલંકાના હાથે મળેલી હાર અફઘાનિસ્તાન માટે ભારે પડી અને તેનું સપનું ચકનાચૂર થઈ ગયું હતુ.

Etv Bharatઅફઘાનિસ્તાન માટે વરસાદ બન્યો વિલન, વર્લ્ડ કપમાંથી બહાર થનારી પ્રથમ ટીમ
Etv Bharatઅફઘાનિસ્તાન માટે વરસાદ બન્યો વિલન, વર્લ્ડ કપમાંથી બહાર થનારી પ્રથમ ટીમ

By

Published : Nov 1, 2022, 8:03 PM IST

બ્રિસ્બેન:T20 વર્લ્ડ કપ 2022નો સુપર-12 સ્ટેજ હવે તેના અંતિમ વળાંક પર પહોંચી રહ્યો છે. મંગળવારે, અફઘાનિસ્તાનસત્તાવાર રીતે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું હતું અને હવે સેમિફાઈનલમાં પહોંચવાની કોઈ શક્યતા નથી. અફઘાનિસ્તાનનો શ્રીલંકાના સામે 6 વિકેટે પરાજય થયો હતો. આ મેચ જીત્યા પછી, શ્રીલંકાએ સેમિફાઇનલની રેસમાં પોતાની જગ્યા જાળવી રાખી છે.

વરસાદે અફઘાનિસ્તાનનું કામ બગાડ્યું: એસોસિયેટ ટીમોની વાત કરીએ તો, તેમાં અફઘાનિસ્તાન સૌથી મજબૂત માનવામાં આવતું હતું, તેથી જ તેને સુપર-12 ટીમોમાં સામેલ કરવામાં આવ્યું હતું જે પહેલાથી 8 ટીમોમાં સામેલ હતી. પરંતુ T20 વર્લ્ડ કપમાં વરસાદ તેના માટે મુસીબતનું કારણ (Rain causes trouble in T20 World Cup) બન્યો હતો.

વર્લ્ડ કપમાંથી બહાર: અફઘાનિસ્તાન પાસે આયરલેન્ડ કે, શ્રીલંકા સામેની મેચ જીતવાની તક હતી. બાકીની 2 મેચ ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ જેવી મજબૂત ટીમોની સામે હતી, પરંતુ (T20 World Cup 2022) વરસાદની સાથે ખરાબ રમતે અફઘાનિસ્તાનને પણ પોતાની ઝપેટમાં લઈ લીધું અને હવે તે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું હતુ.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details