- ફ્રાન્સના યુવક અને અફઘાની યુવતીએ કર્યા ભારતમાં લગ્ન
- દિલ્હી હાઇકોર્ટે આ દંપતીના લગ્ન નોંધણી માટે રસ્તો મોકળો કર્યો
- દંપતી આગામી સપ્ટેમ્બરમાં ભારતથી ફ્રાન્સ પરત ફરી શકશે
નવી દિલ્હી:ફ્રાન્સના યુવકને અફઘાનિસ્તાનની એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો. આ યુવક તેની સારવાર માટે ભારત આવ્યો હતો અને ત્યારે તે બન્નેની મુલાકાત થઈ હતી. તેઓએ દિલ્હીની એક મસ્જિદમાં લગ્ન કર્યાં, પરંતુ પરત જવા માટે કાનૂની સમસ્યા નળી હતી. ભારતના બંધારણએ તેમની આ સમસ્યા હલ કરી તેમના માટે પાછા ફરવાનો માર્ગ મોકળો કરી દીધો છે. દિલ્હી હાઇકોર્ટે આ સંદર્ભમાં આદેશ આપ્યો છે અને તે આગામી સપ્ટેમ્બરમાં ફ્રાન્સ પરત ફરી શકે છે.
દિલ્હીના મસ્જિદમાં કર્યા લગ્ન
દંપતીના વકીલ દિવ્યાંશુ પાંડેએ કહ્યું હતું કે, યુવક ફ્રાન્સનો છે, જ્યારે છોકરી અફઘાનિસ્તાનની છે. બન્ને પહેલેથી જ એકબીજાને ઓળખતા હતા. ગત માર્ચ મહિનામાં બન્ને સારવાર માટે ભારત આવ્યા હતા, આ દરમિયાન બન્ને મળ્યા અને 7 એપ્રિલના રોજ ડિફેન્સ કોલોની સ્થિત મસ્જિદમાં તેમણે લગ્ન કર્યા. આ દંપતી અફઘાનિસ્તાનની પરિસ્થિતિને લઈને જઈ શકે તેમ નથી, આથી બન્નેએ ફ્રાન્સ જવાનું નક્કી કર્યું હતું. જ્યારે યુવક પત્નીના વિઝા માટે ફ્રેન્ચ એમ્બેસી પહોંચ્યો, ત્યારે જાણવા મળ્યું કે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્નની નોંધણી કર્યા વગર તેની પત્ની વિઝા મેળવી શકશે નહી.