- કાબૂલ સ્થિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તમામ ફ્લાઈટ્સ સસ્પેન્ડ
- લોકો એરપોર્ટ પર ભીડ કરવાથી બચે
- અમેરિકા કાબૂલ એરપોર્ટ પર 6 હજાર સૈનિકો તૈનાત કરશે
- કાબૂલ એરપોર્ટ પર તમામ ફ્લાઈટ્સ સસ્પેન્ડ
હૈદરાબાદ: અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલ સ્થિત હામિદ કરજઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તમામ ફ્લાઈટ્સ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. TOLO News અનુસાર એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, લોકો એરપોર્ટ પર ભીડ કરવાથી બચે. બીજી તરફ સમાચાર છે કે, દિલ્હીથી એર ઈન્ડિયાની કાબૂલ જનારી ફ્લાઈટ હવે રાત્રે 8.30 વાગ્યાની જગ્યાએ 12.30 વાગે જશે.
આ પણ વાંચો-અફઘાનિસ્તાનમાં સ્થિતિ વાસ્તવમાં ખરાબ છે: અફઘાન નાગરિકો
એર ઈન્ડિયાએ કાબૂલથી નવી દિલ્હી માટે ઈમરજન્સી સંચાલન માટે એક દળ તૈયાર કર્યું
આ સાથે સરકારી સૂત્રોનું કહેવું છે કે, ભારત સરકારે એર ઈન્ડિયાને કહ્યું છે કે, તે કાબૂલથી ઈમરજન્સી રેસ્ક્યૂ માટે 2 વિમાન સ્ટેન્ડબાયમાં રાખે. એર ઈન્ડિયાએ કાબૂલથી નવી દિલ્હી માટે ઈમરજન્સી સંચાલન માટે એક દળ તૈયાર કર્યું છે.
અમેરિકા કાબૂલ એરપોર્ટ પર 6 હજાર સૈનિકો તૈનાત કરશે
બીજી તરફ અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા અને રાષ્ટ્રપતિ અશરફ ગનીના શાસનના જવાની વચ્ચે અમેરિકાએ કહ્યું કે, પોતાના નાગરિકો, પોતાના મિત્રો અને સહયોગિઓના અફઘાનિસ્તાનથી સુરક્ષિત પાછા ફરવા માટે કાબૂલ એરપોર્ટ પર 6 હજાર સૈનિકો તૈનાત કરશે. વિદેશી પ્રધાન એન્ટી બ્લિંકને મહત્વપૂર્ણ સહયોગી દેશોના પોતાના સમકક્ષો સાથે વાત કરી, જો કે આમાં ભારત સામેલ નહોતુ.